Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

રાનુ મંડલની હાલત ખરાબઃ કોરોનાને કારણે ફરીથી જીવનમાં છવાયું અંધારૃં

નવું કામ ન મળતાં ફરીથી જુના ઘરમાં રહેવા જવાની નોબત

મુંબઇ તા. ૧૨: ગયા વર્ષે ૨૦૧૯માં રાનુ મંડલનું ભાગ્ય રાતોરાત બદલાઈ ગયું હતું. રાનુ મંડલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર અત્યંત લોકપ્રિય થયો હતો, જેમાં તે લતા મંગેશકરનું ગીત ગાતી જોવા મળી હતી. રાનુના અવાજની પ્રશંસા થઈ અને તેના ચાહકોની સંખ્યામાં સતત વધારો થતાં જોવા મળ્યો હતો. પરંતુ હવે ફરીથી તેના જીવનમા અંધકાર છવાઈ ગયો છે. રિપોર્ટ અનુસાર, તે પોતાનું નવું ઘર છોડીને જૂના મકાનમાં ચાલી ગઈ છે. અહેવાલો મુજબ, આ સમયે રાનૂ મોંડલ પાસે કામ નથી. બોલિવૂડમાં કોરોના વાયરસને કારણે કામ ન મળવાને કારણે તેની આર્થિક સ્થિતિ કથળી રહી છે.

રાનુનો વીડિયો જોઈને બોલીવૂડના ગાયક-કમ્પોઝિટર હિમેશ રેશમિયાએ તેને પોતાની ફિલ્મમાં ગીતો ગાવા આપ્યા હતા. રાનુ મંડલ માટે મીડિયામાં કેટલાક અહેવાલો આવ્યા હતા કે સલમાન ખાને તેને એક ઘર ગિફટ કર્યું હતું જે અહેવાલો અફવા સાબિત થયા હતાં. રાનુનો ભારે મેકઅપ સાથેનો એક ફોટો વાયરલ થયો હતો. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર તેની મજાક ઉડાવી હતી. તે કાર્યક્રમમાં રાનુએ રેમ્પ વોક પણ કર્યું હતું. રાનુનો રેમ્પ વીડિયો પણ સોશિયલ મીડિયા પર અત્યંત વાયરલ થયો હતો.

(2:41 pm IST)