Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

શ્વેતાએ દસ દિવસ સુધી ફાયરીંગની તાલિમ લીધી

પોતાના પાત્રોને ન્યાય આપવા માટે ટીવી અને ફિલ્મોના કલાકારો તનતોડ મહેનત કરતાં હોય છે. વેબ સિરીઝ મિરઝાપુરની બીજી સિઝન ૨૩મી ઓકટોબરના આવી રહી છે. જેનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. જેમાં ગોલૂ ગુપ્તાનો રોલ નિભાવતી શ્વેતા ત્રિપાઠી ધડાધડ ફાયરીંગ કરતી જોવા મળી રહી છે. પહેલી સિઝનની નટખટ ગોલૂ હવે બીજી સિઝનમાં ખૂ઼ખાર બની બહેન સ્વીટીના મોતનો બદલો લેવા મેદાને પડેલી જોવા મળશે. શ્વેતાએ એકશન દ્રશ્યો ભજવવા માટે ખાસ તાલિમ લીધી છે. તેણે કહ્યું હતું કે અમારે એકશન દ્રશ્યોમાં અસલી બંદૂકોનો ઉપયોગ કરવાનો હતો. આ કારણે મેં સ્ટંટ ડાયરેકટર મનોહર વર્માને મળી દસ દિવસ સુધી અસલી બંદૂક ચલાવવાની તાલિમ લીધી હતી. પહેલી વખત જ્યારે મેં ફાયર કર્યુ ત્યારે તેના અવાજથી હું ડરી ગઇ હતી. એ પછી હું તાલિમ વખતે ઇયર ફોન લગાડી સંગીત સાંભળતી હતી. શુટીંગ પત્યા પછી હું ફાયરીંગની પ્રેકટીસ કરતી હતી. હું મારા આ દ્રશ્યો ખુબ સારી રીતે ભજવવા ઇચ્છતી હતી.

 

(10:13 am IST)