Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

‘મુછે હો તો નથુલાલ જૈસી...' સંવાદના હાસ્‍ય અભિનેતા મોહમ્‍મદ ઉમર મુકરી ફિલ્‍મમાં કરિયર બનાવતા પહેલા મદ્રેસામાં શિક્ષક હતા

દેવિકા રાનીનો ફિલ્‍મ સ્‍ટુડિયો બોમ્‍બે ટોકીઝથી અભિનયથી શરૂઆત કરી હતી

મુંબઇઃ કોમેડી સંવાદોને લઇ ફેન્‍સમાં ફેમસ થયેલા યાદગાર કોમેડી અભિનેતા મોહમ્‍મદ ઉમર મુકરીનો જન્‍મ અલીબાગમાં થયો હતો. તેમના પિતા અલી રાજાને સુનિલ દત્ત અને નરગીસ સાથે મિત્રતા હતી. આ અભિનેતા ફિલ્‍મ કરિયરમાં આવ્‍યા પહેલા મદ્રેસામાં કુરઆનનો અભ્‍યાસ કરાવતા હતા. બાદમાં બોમ્‍બે ટોકીઝથી અભિનયની શરૂઆત થઇ હતી. તેમનો ડાયલોગ મુછે હો તો નથુલાલ જેસી, વરના ના હો, આજે પણ લોકોને યાદ છે.

બોલીવુડમાં એવા અનેક દિગ્ગજ કલાકારો થઈ ગયા જે એક્ટર બનતા પહેલા કોઈ બીજી પ્રોફેશન સાથે જોડાયેલા હતા. આજે અમે આપને એવા જ એક દિગ્ગજ એક્ટર મોહમ્મદ ઉમર મુકરીની વાત કરવા જઈ રહ્યાં છે. જેઓ અભિનયમાં કરિયર બનાવતા પહેલા કાઝી તરીકે કામ કર્યું છે. ઉમર મુકરીએ પોતાના 50 વર્ષના કરિયરમાં 600 ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. અને તેઓએ બોમ્બે ટૉકિઝમાં આસિસટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરવાની શરૂઆત કરી હતી.

નરગીસ દત્ત માનતી હતી ભાઈ-
પોતાની કૉમેડીને લઈને ફેન્સ વચ્ચે ફેમસ થયેલા મોહમ્મદ ઉમર મુકરીનો જન્મ 5 જાન્યુઆરી 1922ના રોજ અલીબાગમાં થયો હતો. અને 4 સપ્ટેમ્બર 2000ના રોજ મુંબઈમાં તેમનું નિધન થયું. મોહમ્મદ ઉમર મુકરીની દિલીપ કુમારની સાથે સાથે નિમ્મી અને તેમના પિતા અલી રજા, મહમૂદ સાહેબ, સુનીલ દત્ત અને નરગીસ સાથે મિત્રતા હતી. કહેવાય છે કે નરગિસ દત્ત, મોહમ્મદ મુકરીને ભાઈ માનતી હતી. અને અંતિમ શ્વાસ સુધી તેમના પરિવારના બધા જ સુખ દુખમાં સામેલ હતી. મુકરીને તેમના ફેમસ રોલ નત્થુલાલ માટે લોકો તેમને વધુ યાદ કરે છે. અમિતાભ બચ્ચનનો ફેમસ ડાયલોગ મુછે હો તો નત્થુલાલ જૈસી વરના ના હો... ડાયલોગ હંમેશા યાદ રહેશે...

બાળકોને કુરાન ભણાવતા હતા મુકરી-
એવુ પણ કહેવામાં આવે છે કે દિગ્ગજ એક્ટર અમિતાભ બચ્ચને લોકોને હસાવવાની સ્કીલ મુકરીથી સીખી હતી. રિયલ લાઈફમાં મુકરીને અંગ્રેજી બોલતા નહોતી આવડતી. ખુબ ઓછા લોકો જાણે છે કે ફિલ્મોમાં આવતા પહેલા મુકરી કાઝી હતા જેમનું કામ મદ્રેસામાં બાળકોને કુરાન ભણાવવાનું હતું. જોકે તેનાથી કમાણી ઓછી થતી હતી અને પરિવાર ચલાવવા માટે મુકરીને દેવિકા રાનીના ફિલ્મ સ્ટૂડિયો બોમ્બે ટોકિઝમાં કામ કરવું પડ્યું, અહીંથી જ તેમના કરિયરની શરૂઆત થઈ.

(5:32 pm IST)