Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

કાસ્ટિંગ કાઉચના કારણે પોતાની કરિયર છોડી દીધીઃ અભિનેત્રી ચાહત ખન્ના ફિલ્મ ઇન્‍ડસ્‍ટ્રીથી દૂર રહેવાના મોટા રહસ્ય ઉપરથી પડદો ઉંચકાવ્યો

નવી દિલ્હી : રામ કપૂર અને સાક્ષી તંવરના ફેમસ શોથી ખાસ ઓળખ મેળવનાર એક્ટ્રેસ ચાહત ખન્ના લાંબા સમયથી પડદાથી દૂર છે. તે હવે સંજય દત્ત અભિનીત 'પ્રસ્થાનમ'થી કમબેક કરી રહી છે. જોકે કમબેક પહેલા ચાહતે ઇન્ડસ્ટ્રીથી દૂર રહેવાના મોટા રહસ્ય પરથી પડદો ઉચક્યો છે.

સહયોગી વેબસાઇટ DNAના સમાચાર પ્રમાણે ચાહત ખન્નાએ કાસ્ટિંગ કાઉચના કારણે પોતાની કરિયર છોડી છે. એક ઇન્ટરવ્યૂમાં ચાહતે જણાવ્યું છે કે ''હું એવી અનેક અભિનેત્રીઓને ઓળખું છું જેમણે આવા અનુભવ દરમિયાન ચુપ રહેવાનું પસંદ કર્યું હતું. એવા અનેક કલાકાર છે જેમના નામ સામે આવવા જોઈતા હતા પણ એવું થયું નથી. જો કોઈને વિરોધ વ્યક્ત કરવો જ હોય તો #MeTooની કોઈ જરૂર નથી.''

ચાહતની આગામી ફિલ્મ 'પ્રસ્થાનમ'નું ડિરેક્શન દેવ કટ્ટાએ કર્યું છે. ફિલ્મમાં ચાહત ખન્ના સાથે સંજય દત્ત, મનીષા કોઈરાલા, જેકી શ્રોફ, ચંકી પાંડે, અલી ફઝલ અને અમાયરા દસ્તુરે કામ કર્યું છે. આ ફિલ્મ 20 સપ્ટેમ્બર, 2019ના દિવસે રિલીઝ થવાની છે.

(5:28 pm IST)
  • મોડીરાત્રે રાજકોટના પંચનાથ મંદિર પાસેના એક કોમ્પ્લેક્ષમાં આગ ભભૂકી : ત્રણથી ચાર લોકો કોમ્પ્લેક્ષમાં ફસાયા હોવાની આશંકા : લોકોના ટોળા ઉમટયા : ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસો access_time 12:30 am IST

  • ગણેશ વિસર્જન દરમિયાન 35 વર્ષિય યુવાન તણાયા રાજકોટ સ્વામી નારાયણ ચોકમાંથી ત્રંબા ત્રિવેણી નદિમાં ગણેશ વિસર્જન કરવા આવેલા વિજયભાઈ ઘોઘાભાઇ પરમાર નદિમાં ડુબી જતા ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. access_time 6:37 pm IST

  • નવા મોટર વહિકલ એક્ટનો વિરોધ : બિહારના કટિહારમાં પ્લાસ્ટિકનો ડોલ માથામાં પહેરીને ચલાવાયું બાઈક ; પટનામાં પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણ :પોલીસ પર પથ્થરમારો થયો : પોલીસ ભીડને વિખેરવા કર્યો લાઠીચાર્જ ફોટો katihar access_time 1:08 am IST