Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

ટીવી અભિનેત્રી સિમરન પરીંજાને ડોકટર પાસે જવાનો પણ સમય નથી

ટીવી અને ફિલ્મોના કલાકારો વીસ-વીસ કલાક સુધી સેટ પર કામ કરતાં હોય છે. આ કારણે ઘણીવાર તબિયત બગડી જતાં સેટ પરથી સીધા હોસ્પિટલે પહોંચવું પડે છે. તાજેતરમાં વરૂણ ધવન સ્ટ્રીટ ડાન્સરના સેટ પર બેભાન થઇ ગયો હતો. ત્યાં હવે ટીવી અભિનેત્રી સિમરન પરીંજા બેહોશ થઇ ગઇ હતી. ટીવી શો 'ઇશારો ઇશારો મેં'માં એક મુક છોકરીનું પાત્ર સિમરન ભજવી રહી છે. તે ઘણા દિવસથી બિમાર હતી છતાં સતત શુટીંગમાં ભાગ લઇ રહી હતી. અંતે અચાનક બેહોશ થઇ જતાં દોડધામ થઇ ગઇ હતી. સિમરનને સેટ પર જ તબિબી સારવાર અપાઇ હતી. જો કે તે કામની વ્યસ્તતાને કારણે ડોકટર પાસે જઇ શકી નહોતી. તેણે કહ્યું હતું કે ટીવી ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું હોય તો આટલી મહેનત કરવી જ પડે છે. અહિ અઠવાડીએ એક વાર રજા પણ મળતી નથી. હું મારી તબિયત પર ધ્યાન ન આપી શકતાં બેહોશ થઇ ગઇ હતી. હવે ફરીથી કામમાં જોડાઇ ગઇ છું. સિમરને તુ મેરા હીરો, ભાગ્યલક્ષ્મી, કાલા ટીકા, લાલ ઇશ્ક સહિતના શોમાં કામ કર્યુ છે. ૨૦૧૫થી તે ટીવી પરદે કાર્યરત છે.

(10:04 am IST)