Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

જૈસમીન બનશે નવી કોમોલિકા

એકતા કપૂરની ટીવી સિરીયલ 'કસોટી જિંદગી કી-૨'માં કોમોલિકાનો રોલ નિભાવી રહેલી હીના ખાનને દર્શકોએ આ રોલ માટે ખુબ પસંદ કરી છે. પરંતુ બોલીવૂડના પ્રોજેકટમાં હીના વ્યસ્ત રહેતી હોવાથી તે આ શો છોડી રહી છે. હવે તેની જગ્યાએ નવી કોમોલિકાને લેવામાં આવી છે. એક સમયે નિર્માતાઓને આશા હતી કે હીના તેના પ્રોજેકટમાંથી ફ્રી થઇને ફરીથી આ શોમાં કોમોલિકાના પાત્ર માટે સમય ફાળવશે. પરંતુ એમ થઇ શકયું નથી. આથી એકતા કપૂરે કોમોલિકાના રોલ માટે નવી અભિનેત્રીની શોધખોળ શરૂ કરી હતી. હવે કોમોલિકા અને મિસ્ટર બજાજ સાથે કામ કરવાના છે એવો ટ્રેક છે. નવી કોમોલિકા માટે રાગીણી ખન્ના, મધુરિમા તુલી, રિધ્ધી ડોગરાના નામો સામે આવ્યા હતાં. છેલ્લે એકતાએ સનાયા ઇરાનીને આ રોલ માટે પસંદ કરી હતી. પણ સનાયાએ ના કહી દેતાં અંતે જૈસમીન ભસીનને આ રોલ અપાયો છે. જૈસમીન અગાઉ ખતરો કે ખિલાડીમાં ભાગ લઇ ચુકી છે.

 

 

(9:53 am IST)
  • રાત્રે 10-30 વાગ્યે રાજકોટની ભાગોળે કુવાડવાથી નવાગામ વચ્ચે ધીમીધારે વરસાદ ચાલુ : access_time 11:09 pm IST

  • કાંગોમાં છ દિવસની શોધખોળ બાદ સૈન્ય ઓફિસર ગૌરવ સોલંકીનો મૃતદેહ મળ્યો :યુએન શાંતિ મિશન અંતર્ગત કાંગોમાં તૈનાત હતા લેફ્ટન્ટ કર્નલ સોલંકી :8 સપ્ટેમ્બરથી ચેંગેરા ટાપુ પાસે કિબુ લેકમાં ક્યાકીંગ કરવા ગયા હતા : તેઓના બાકીના સાથીદારોથી વિખુટા પડ્યા હતા access_time 1:09 am IST

  • મોડીરાત્રે રાજકોટના પંચનાથ મંદિર પાસેના એક કોમ્પ્લેક્ષમાં આગ ભભૂકી : ત્રણથી ચાર લોકો કોમ્પ્લેક્ષમાં ફસાયા હોવાની આશંકા : લોકોના ટોળા ઉમટયા : ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસો access_time 12:30 am IST