Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

આયુષ્યમાનની 'ડ્રીમગર્લ'નું ટ્રેલર વિડીયો કોન્ફરન્સીંગથી પાંચ શહેરમાં લોન્ચ થયું

મુંબઇ તા. ૧૨: આયુષ્યમાન ખુરાનાની આવનારી ફિલ્મ 'ડ્રીમગર્લ'નું ટ્રેલર આજે પાંચ શહેરોમાં રિલીઝ કરવામાં આવી રહ્યું છે. વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી આ ટ્રેલર જયપુર, ચંદીગઢ, ઇન્દોર, ગુજરાત અને મુંબઇમાં લાઇવ લોન્ચ કરવામાં આવ્યું છે.તાજેતરમાં આયુષ્યમાનનો આ ફિલ્મનો ફર્સ્ટ લૂક જાહેર કરાયો હતો. જેમાં તે મહિલાનો રોલ પણ નિભાવતો જોવા મળશે. ફિલ્મમાં આયુષ્યમાન સાથે નુસરત ભરૂચા ખાસ રોલમાં છે. એકતા કપૂર દ્વારા નિર્મીત આ ફિલ્મનું નિર્દેશન રાજ શાંડિલ્યએ કર્યુ છે. આયુષ્યમાન અન્ય ફિલ્મોની જેમ આ ફિલ્મમાં પણ જબરદસ્ત અભિનય કરતો જોવા મળશે.

(11:50 am IST)