Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

સાઉથના હીરો વિજયની ફિલ્મ 'ડિયર કામરેડ'નું ટ્રેલર લોન્ચ

મુંબઈ: સાઉથ ફિલ્મોમાં પોતાની પહેલી ફિલ્મથી અર્જુન રેડ્ડીથી અભિનયમાં પોતાની છાપ મુકનાર અભિનતા વિજય દેવરકાંડની બીજી ફિલ્મ ડિયર કામરેડ નું ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મનું ટ્રેલ વિજયે પોતાના સોશિયલ મીડિયા એકાંઉટ પર શેયર કર્યું છે. 3 મિનિટ અને 5 સેકેન્ડના ટ્રેલરમાં વિજયનો  જૂનો એંગ્રીમેન લુક પરદા પર રજૂ કરવામાં આવે છે. ટ્રેલરની શરૂઆતમાં તે ફોન પર જોર જોરથી બૂમો પડતો નજરે પડે છે. ફિલ્મમાં તેની કો સ્ટાર રશ્મિકા મંદાના છે. આ ફિલ્મનું નિર્દેશન ભારત કૈમા દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 26 જુલાઈના 4 ભાષા તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમમાં રિલીઝ થશે.

 

(4:57 pm IST)