Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

સિંબાના અવાજમાં The Lion King હિન્દીનું ટિઝર રિલીઝ : કિંગખાનની કોપી નિકળ્યો આર્યન ખાન

હોલિવૂડની અપકમિંગ ફિલ્મ એનિમેશન ફિલ્મ ધ લાયન કિંગને લઈ લોકોમાં આતુરતા છે આ ફિલ્મમાં શાહરુખ સાથે તેનો દીકરો આર્યન ખાન પોતાનો અવાજ આપી રહ્યા છે. તાજેતરમાં જ હોલિવૂડ ફિલ્મ The Lion Kingનું હિન્દી ટિઝર રિલીઝ થયું છે.

    આ ટિઝરમાં સિમ્બાની ભૂમિકા નિભાવનારા આર્યન ખાનનો અવાજ સંભળાઈ રહ્યો છે આર્યન ખાનનો અવાજ બિલકુલ તેના પિતા જેવો લાગી રહ્યો છે. ધ લાયન કિંગના આ ટિઝરને વોલ્ટ ડિઝની સાથે શાહરૂખ ખાન પણ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યું છે.

   તેની સાથે બોલિવૂડ એક્ટર રિતેશ દેશમુખે આર્યન ખાનના વખાણ કરતા કહ્યું કે, સિમ્બા તો મુફાસાથી વધુ સારું છે. હોલિવૂડની ફિલ્મ The Lion Kingના નવા હિન્દી ટીઝરને ડિઝનીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતા લખ્યું કે, સિંબાના રૂપમાં આર્યન ખાનનો અવાજ.

   એ ઉપરાંત પણ કિંહ ખાને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જાહેર કર્યો છે. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર The Lion Kingનું ટિઝર શેર કરતાં લખ્યું, 'મારો સિંબા.' ફિલ્મમાં એક તરફ શાહરૂખ ખાન મુફાસાનો રોલ કરશે, ત્યારે તેનો દીકરો આર્યન ખાન મુફાસાના દીકરાનો રોલ કરતો જોવા મળશે.

(5:04 pm IST)