Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

જૈકલીને હવે લીધી અભિનયની તાલિમ

દસકો થયો છતાં ડરતી હતી

જૈકલીન ફર્નાન્ડીઝ સલમાન ખાન સહિત અનેક મોટા સ્ટાર સાથે કામ કરી ચુકી છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દસ વર્ષ પુરા કરી ચુકેલી જૈકલીનને હજુ પણ અભિનય કરવાથી ડર લાગતો હતો! આ કારણે તેણે હવે એકટીંગ કલાસમાં જવાનું નક્કી કર્યુ હતું. તે કહે છે મેં બોલીવૂડ માટે કોઇપણ પ્રકારની તાલિમ લીધી નહોતી. મારું કોઇ ફિલ્મી બેકગ્રાઉન્ડ ન હોવાથી નિર્માતા અને નિર્દેશક વચ્ચેના અંતરની પણ મને ખબર નહોતી. લાઇટ્સ અને બીજી ટેકનીકલ ચીજોની પણ ખબર નહોતી. હું દરેક દિવસે પડકાર સ્વીકારીને આગળ વધતી હતી. હું દસ વર્ષમાં વીસ ફિલ્મો કરી ચુકી હતી. છતાં મને ગયા વર્ષે એમ થયું હતું કે મારે હવે નવા પડાવની જરૂર છે. મારે પાસે બ મહિનાનો સમય હતો તેનો મેં ઉપયોગ કરી લીધો હતો. એટલે જ અભિનય શીખવા કલાસ શરૂ કર્યા હતાં.મેંં અમેરિકાના લાસ વેગાસ જઇને તાલિમ લીધી છે. ચુબુક નામની ટીચરે ત્યાંના ઓસ્કાર વિજેતા કલાકારોને પણ અભિનય શીખવ્યો હતો.

 

(10:10 am IST)