Gujarati News

Gujarati News

News of Thursday, 12th March 2020

સિકવલમાં રાજકુમાર અને ભૂમિની જોડી

આયુષ્યમાન ખુરાનાની ફિલ્મ બધાઇ હો બોકસ ઓફિસ પર સુપરહિટ નિવડી હતી. હવે આ ફિલ્મની સિકવલ બની રહી છે. તે માટેની તૈયારી પુરી થઇ ગઇ છે. જો કે સિકવલમાં કલાકારોની ટીમ અલગ જ હશે. અમિત શર્માની જગ્યાએ ફિલ્મનું નિર્દેશન પણ હર્ષવર્ધન કુલકર્ણી કરશે. સિકવલનું નામ 'બધાઇ દો' રખાયું છે. જેમાં આયુષ્યમાન ખુરાનાની જગ્યાએ રાજકુમાર રાવને લેવામાં આવશે. સાથે ભુમિ પેડનેકર હશે. ફિલ્મ મે-જુનમાં ફલોર પર જશે. બધાઇ હો ફિલ્મને દર્શકોએ ખુબ પસંદ કરી હતી. કહાની અને અભિનય પણ દર્શકોને ખુબ ગમ્યા હતાં. આયુષ્યમાન સાથે નીના ગુપ્તા, સાન્યા મલ્હોત્રા, ગજરાજ રાવ પણ ખાસ ભુમિકામાં હતાં. ફિલ્મને અનેક કેટેગરીમાં નેશનલ એવોર્ડ પણ મળ્યા હતાં. આયુષ્યમાન ખુરાના હાલમાં અમિતાભ બચ્ચન સાથે ગુલાબો સિતાબો નામની ફિલ્મ કરી રહ્યો છે. આ ઉપરાંત જૂગલી, છોટી સી બાત સહિતની ફિલ્મો કરી રહ્યો છે.

(9:58 am IST)