Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

ટી-સીરીઝની યુટ્યુબ ચેનલને નંબર વન બનાવવાની દોડમાં સલમાન ખાન, અજય દેવગણ, અર્જુન કપૂર સહિતના લાગી ગયા

મુંબઇ: સુપરસ્ટાર સલમાન ખાને તાજેતરમાં જ ટી-સીરીઝની યૂટ્યૂબ ચેનલને નંબર વન બનાવવાની દોડમાં સામેલ થઇ ગયા છે. જ્યારથી ભૂષણ કુમારે ટી-સીરીઝના યૂટ્યૂબ ચેનલને દુનિયાની સૌથી મોટી યૂટ્યૂબ ચેનલ બનાવવા માટે લોકોને આગ્રહ કર્યો છે. પ્રશંસકોની સાથે-સાથે બોલીવુડ સેલેબ્સ પણ ભારતને નંબર વન બનાવવા માટે પોતાનું સમર્થન આપવામાં કોઇ કસર છોડે નહી.

એક ઐતિહાસિક ક્ષણ બનાવવાની અપીલ કરતાં ભૂષણે થોડા દિવસો પહેલાં કહ્યું હતું કે ''એક ભારતીય યૂટ્યૂબ ચેનલ વર્લ્ડની નંબર 1 બનાવવાની કગાર પર છે. આ અંતર નક્કી કરવા માટે અમે ખૂબ પ્રયત્નો કરવા પડ્યા છે. પોતાના ગુલશન કુમારના સપનાને આગળ વધારતાં મેં આ ચેનલને શરૂ કરી હતી. આજે આ તમારી છે, આ દેશની છે. આ આપણા બધા માટે એક ઐતિહાસિક ક્ષણ છે. તો ચાલો એક સાથે આવીએ અને ટી-સીરીઝ યૂટ્યૂબ ચેનલને સબ્સક્રાઇબ કરીએ.

વરૂણ ધવન, અનિલ કપૂર, અરમાન મલિક, મીકા સિંહ, ગુરૂ રંધાવા જેવા સેલેબ્સે થોડા સમય પહેલાં પોતાનું સમર્થન પ્રદાન કર્યું હતું. અને હવે સલમાને ટ્વિટ કરીને કહ્યું છે કે "BHARAT WINS YOUTUBE મિત્રો, ટી-સીરીઝના યૂટ્યૂબ ચેનલને સબ્સક્રાઇબ કરી ભારતને જીતાડીએ. #bharatwinsyoutube

Subscribe NOW .."

અજય દેવગણે શેર કર્યું, "Almost there… @TSeries YouTube channel Number 1 in the world".

અર્જુન કપૂરે પોતાનું સમર્થન આપતાં લખ્યું કે "Subscribe to @TSeries & make it the world’s biggest YouTube channel.. #BharatWinsYouTube

https://t.co/Amsr5g51ZM Good luck @itsBhushanKumar".

યોયો હની સિંહે શેર કર્યું, "This will be a proud moment for India 🇮🇳 T-Series is on the brink of becoming the biggest YouTube Channel in the World 🌟 Congratulations bro @its_bhushankumar  and the entire team @TSeries

ઉર્વશી રૌતેલાએ લખ્યું કે, " You can make India win! Subscribe to @TSeries & make it the world’s biggest YouTube channel #BharatWinsYouTube! https://t.co/WoTHob9d5v

Good luck @itsBhushanKumar

@iamDivyaKhosla ♥".

(4:44 pm IST)