Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની સંપત્તિ 10.1 અબજ

મુંબઈ: ફૉર્બ્સ જેવા મેગેઝીનમાં બોલિવુડના સ્ટાર્સ દુનિયાભરનાં અમીર અભિનેતાઓમાં જગ્યા બનાવતા હોય છે. બોલિવુડ કલાકારો પોતાની ફિલ્મો ઉપરાંત પોતાની વૈભવી જિંદગીને કારણે પણ ચર્ચામાં રહેતા હોય છે. ચાહકોને તેમના મનપસંદ કલાકારોની સંપત્તિમાં પણ રસ હોય છે. 
અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનનાં ચાહકોને પણ એ જાણવામાં રસ હશે કે બોલિવુડનાં શહેનશાહની સંપત્તિ કેટલી છે.શુક્રવારે જયા બચ્ચને રાજ્યસભા માટે સમાજવાદી પાર્ટી તરફથી નામાંકન દાખલ કર્યું હતું. આ નામાંકનમાં જયા બચ્ચને પોતાની સંપત્તિની માહિતી પણ આપી છે. 
આ માહિતી મુજબ જયા બચ્ચન અને અમિતાભ બચ્ચન પાસે ૧૦.૧ અરબ રૃપિયાની સંપત્તિ છે.આ માહિતીનાં આધાર પર છેલ્લા ૬ વર્ષોમાં અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની પ્રોપર્ટી ડબલ થઇ ગઇ છે. ૨૦૧૨માં આ સ્ટાર જોડીની સંપત્તિ અંદાજે ૫૦૦ કરોડ રૃપિયા હતી અને આ વર્ષે તેમની સંપત્તિ ૧૦૦૦ કરોડ રૃપિયાનાં આંકડા સુધી પહોંચી ગઇ છે.સોગંદનામા પ્રમાણે તેમની પાસે ૪૬૦ કરોડ રૃપિયાથી વધારે અસ્થાવર સંપત્તિ છે, જે ૨૦૧૨ની તુલનામાં ૧૫૨ કરોડ રૃપિયાથી બમણી થઇ ગઇ છે. જ્યારે સ્થાવર સંપત્તિ ૨૦૧૩માં લગભગ ૩૪૩ કરોડ રૃપિયા હતી જે વધીને ૫૪૦ કરોડ રૃપિયા થઇ છે. ઘણા બધા દેશોમાં તેમના બેંક એકાઉન્ટ છે અને તેમાં કરોડો રૃપિયા જમા છે. અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન પાસે ૬૨ કરોડ રૃપિયાથી વધારે ગૉલ્ડ અને જ્વેલરી છે. અમિતાભ બચ્ચન પાસે રૉલ્સ રોયસ, મર્સડિઝ, પોર્શ અને રેંજ રોવર સહિત ૧૨ ગાડીઓ, એક ટાટા નૈનો અને એક ટ્રેક્ટર પણ છે. આ ઉપરાંત તેમની પાસે ૩.૪ કરોડ અને ૫૧ લાખ રૃપિયાની ઘડિયાળો છે. અમિતાભ બચ્ચન પાસે ૯ લાખ રૃપિયાથી વધારેની પેન પણ છે.મુંબઇ અને દિલ્હીનાં અર્બન એરિયામાં ઘણાં બંગલો છે. ફ્રાન્સમાં ૩૧૭૫ વર્ગ મીટરમાં ફેલાયેલી રૉયલ પ્રોપર્ટી પણ છે. અમિતાભ અને જયા પાસે નોએડા, ભોપાલ, પુણે, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સંપત્તિ છે.

(6:03 pm IST)