Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

'ધડક'ના સેટ પર મોબાઈલ પર પ્રતિબંધ

મુંબઇ:  ફિલ્મ સર્જક બોની કપૂર અને શ્રીદેવીની પુત્ર જાહ્નવી તેમજ શાહિદ કપૂરના ઓરમાન ભાઇ ઇશાન ખટ્ટરને લઇને બની રહેલી ફિલ્મ ધડકના સેટ પર મોબાઇલ ફોન લઇ જવા પર બૅન જાહેર કરાયો હતો. ધર્મા પ્રોડક્શન્સના એક પ્રવક્તાએ કહ્યું કે થોડા દિવસ પહેલાં આ ફિલ્મના ફોટોગ્રાફ્સ લીક થઇ જતાં કરણ જોહર નારાજ થયો હતો કે ફિલ્મના ફોટોગ્રાફ્સ સોશ્યલ મિડિયા પર શી રીતે લીક થઇ ગયા ? હવે ધડકના સેટ પર મોબાઇલ લઇ જવા પર સત્તાવાર રીતે બૅન જાહેર કરાયો હતો. આ ફિલ્મ બંને નવોદિતેાને લઇને  બનાવાઇ રહી છે એટલે કરણની ઇચ્છા એવી ખરી કે બને ત્યાં સુધી લોકેશન શૂટિંગની વિગતો જાહેર કરવી નહીં. લીક થયેલા ફોટોગ્રાફમાં જાહ્નવી પીળા સલવાર કમીઝમાં અને ઇશાન પીળું શર્ટ તથા બ્રાઉન પેન્ટમાં એક નદી કિનારે ઊભાં હોય એવું દ્રશ્ય હતું. અન્ય ફોટોગ્રાફમાં જાહ્નવી લીલી સાડીમાં દેખાતી હતી. એકાદ નાનકડી વિડિયો ક્લીપ પણ લીક થઇ હતી. આ વિડિયો ક્લીપ થોડા મહિના પહેલાં જયપુરમાં લેવાયેલા શોટ્સની હતી. એટલે નારાજ થયેલા કરણે પોતાના સ્ટાફને ઠપકો આપ્યો હતો અને આ લીકેજ કેવી રીતે થયું એની તપાસ કરવાનું જણાવીને તત્કાળ અમલમાં આવે એ રીતે સેટ પર મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ લાદ્યો હતો એમ ધર્માના પ્રવક્તાએ કહ્યું હતું. આ પ્રવક્તાએ કહ્યંુ કે સુપરહિટ નીવડેલી મરાઠી ફિલ્મ સૈરાટની આ રિમેક હોવાથી સ્ટોરીલાઇન તો જાણીતી છે પરંતુ લોકેશન શૂટિંગની અને અન્ય વિગતો ગુપ્ત રહેવી જોઇએ એવંુ કરણ માને છે.
 

(5:58 pm IST)