Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

'રેસ-3' માટે માર્શલ આર્ટ શીખી રહી છે જેકલીન

મુંબઈ: બોલીવુડની જાણીતી અભિનેત્રી અને પૂર્વ મિસ શ્રીલંકન જેકલીન ફર્નાડિસ પોતાની આગામી ફિલ્મ રેસ-3 માટે માર્શલ આર્ટ શીખી રહી છે. જેકલીન  તાજેતરમાં માર્શલ આર્ટને લગતા તેના ફોટો ઇન્સટ્રાગ્રામ પર શેયર કર્યા છે. આ માટે તે ખુબ પરસેવો વહાવી રહી છે. રેસ-3માં જેક્લીનના ઓપોઝીટ સલમાન ખાન હીરો છે. માર્શલ આર્ટ શીખવા માટે જેકલીને તેના ખાનપાનમાં  પર ફેરફાર લાવ્યો છે. રેમો ડિસૂજા નિર્દેશિત રેસ-3 ફિલ્મ 15 જૂનના રિલીઝ થવાની છે.

(5:55 pm IST)