Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

શાહરૂખ સાથે ડોન-૩માં નહિ હોય પ્રિયંકા

ડોન, ડોન-૨ પછી હવે શાહરૂખ ખાન ડોન-૩ માટે તૈયાર થયો છે. અમિતાભ બચ્ચનને લઇને બનાવાયેલી ડોનની રિમેક શાહરૂખને લઇને બનાવાઇ હતી. હવે ત્રીજી ડોન પણ બનશે. લાંબી અટકળો પછી એ સ્પષ્ટ થયું છે કે શાહરૂખ ખાન ફરીથી ડોન બનવા તૈયાર થયો છે. નિર્માતાઓએ સ્ક્રિપ્ટનું કામ શરૂ કરી દીધુ છે. પ્રિયંકા ચોપડા આ સિકવલનો ભાગ નહિ હોય તે સ્પષ્ટ કરી દેવાયું છે. શાહરૂખને કહાની જણાવી દેવામાં આવી છે. સ્ક્રિપ્ટ તૈયાર થતાં જ તે અંતિમ નિર્ણય કરશે. આ વખતે ફિલ્મની કહાની મિડલ ઇસ્ટ પર સેટ કરવામાં આવશે. તેમજ ફિલ્મનું મોટા ભાગનું શુટીંગ દુબઇ અને અબુધાબીમાં થશે. આવતા વર્ષે ફિલ્મ ફલોર પર જશે. પ્રિયંકાનું પાત્ર ફિલ્મના આગળના ક્ષેત્રમાં જરૂરી નથી. બીજી હિરોઇન કોણ હશે તે નક્કી થયું નથી. શાહરૂખની ફિલ્મ 'ઝીરો' ૨૧મી ડિસેમ્બરે રિલીઝ થશે. 

(9:37 am IST)