Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

ટીવી અભિનેત્રી પંછીએ દિકરીનું નામ રાખ્યું રિયાના

ટીવી શો 'કયામત'માં કામ કરી ચુકેલી અભિનેત્રી પંછી બોરાએ દિકરીને જન્મ આપ્યો છે. તાજેતરમાં પંછીએ પોતાની દિકરી સાથેની તસ્વીર સોશિયલ મિડીયા પર પોસ્ટ કરી હતી. જેને ચાહકોએ ખુબ પસંદ કરી હતી. પંછીએ દિકરીનું નામ રિયાના રાખ્યું છે. તેણે તસ્વીર સાથે કેપ્શનમાં લખ્યું હતું કે અમારી નાનકડી દિકરી, મિસ રિયાના પતંગીયા. પંછીએ એમ પણ લખ્યું હતું કે અડતાલીસ કલાક સુધી પ્રસુતિની પીડા સહન કરીને આ નાનકડા જીવને પામી શકી છું. મહિલા દિવસના દિવસે જ પંછીએ પોતાનો અને દિકરીનો ફોટો પોસ્ટ કર્યો હતો. પંછીએ છેલ્લે ટીવી શો ગંગામાં  જ્હાન્વીનો રોલ ભજવ્યો હતો. ૨૦૧૭માં તેણીએ જયદિપ સાથે લગ્ન કર્યા હતાં.

(9:37 am IST)