Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

'રામ સેતુ' માં જેકલીન ફર્નાન્ડિઝ જોવા મળશે અક્ષય કુમારની સાથે

મુંબઈ:બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર અને જેકલીન ફર્નાન્ડિઝ ફરી એકવાર ફિલ્મ 'રામ સેતુ' માં જોવા મળશે. જો સૂત્રોની વાત માનીએ તો અક્ષયની સાથે જેક્લીનને પણ કાસ્ટ કરવામાં આવી છે. ફિલ્મ રામ સેતુનું શૂટિંગ અયોધ્યામાં કરવામાં આવશે. અક્ષય કુમાર ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આ ફિલ્મ વિશે મળ્યા, જે ભાઈચારો અને એકતાની વાર્તા છે. યુપીના સીએમ યોગીને મળ્યા બાદ અક્ષયે રામના શહેર અયોધ્યામાં ફિલ્મના શૂટિંગની મંજૂરી માંગી હતી. અક્ષય અને સીએમ યોગીની આ બેઠકની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ફિલ્મ 'રામ સેતુ' નું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે.

(5:21 pm IST)