Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

અસલી જિંદગીમાં શિક્ષક રહી ચુકયો છે રાજકુમાર રાવ

અભિનેતા રાજકુમાર રાવ તેની ફિલ્મો અને અભિનયને કારણે બોલીવૂડમાં ખુબ જાણીતો છે. તેણે શાનદાર અભિનય સાથે દર્શકોનું મનોરંજન કરાવ્યું છે. આગામી ફિલ્મ છલાંગમાં તે સ્કૂલ શિક્ષકના રોલમાં જોવા મળવાનો છે. રાજકુમાર પોતાની અસલી જિંદગીમાં પણ એક સ્કૂલમાં શિક્ષક તરીકે કામ કરી ચુકયો છે. બોલીવૂડની દુનિયામાં એન્ટ્રી કરી એ પહેલા તે શિક્ષક હતો. છલાંગમાં તેને શિક્ષકનો રોલ મળતાં તે ખુશ થઇ ગયો હતો. રાજકુમારે કહ્યું હતું કે મેં ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો તે વખતે હું ડ્રામેટીક વિષય ભણાવતો હતો. ત્રણ મહિના સુધી મેં એ કામ કર્યુ હતું અને એક નાટકનું નિર્દેશન પણ કર્યુ હતું. હું જો કે શિક્ષક કરતાં એક દોસ્ત તરીકે છાત્રો સાથે વધુ વર્તતો હતો. હું હમેંશા અભિનયની ટેકનીક શોધતો રહુ છું. શિક્ષકનું કામ કરતી વખતે રોમાંચક અનુભવ થયો હતો. છલાંગમાં રાજકુમાર સાથે નુસરત ભરૂચાની જોડી છે. ઉત્તરી ભારતમાં એક અર્ધસરકારી સ્કૂલમાં પીટી સ્કૂલનો રોલ રાજકુમાર આ ફિલ્મમાં નિભાવી રહ્યો છે. તેના પાત્રનું નામ મોન્ટુ છે.

(10:43 am IST)