Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

આલિયાએ કર્યો બોયફ્રેન્ડને લઈને ખુલાસો

મુંબઈ:બોલીવુડની ક્યૂટ એક્ટ્રેસ આલિયા ભટ્ટનું થોડા દિવસ પહેલા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બ્રેકઅપ થયું હતું. હવે એવા અહેવાલ મળી રહ્યા છે કે આલિયાના જીવનમાં નવા મિત્રની એન્ટ્રી થઈ છે. મિડ ડેના અહેવાલ અનુસાર આલિયા બિઝનેસમેન કૈવિન મિત્તલને ડેટ કરી રહી છે. વિતેલા દિવસોમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટના અફેરના અહેવાલ ચર્ચામાં આવ્યા હતા. 

 

મિડ ડેના અહેવાલને માનીએ તો આલિયા ભટ્ટ, રણબીર કપૂરને નહીં પરંતુ કૈવિન મિત્તલને ડેટ કરી રહી છે. જણાવીએ કે આલિયા અને કૈવિનની પ્રથમ મુલાકાત ઓક્ટોબર ૨૦૧૭માં વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં થઈ હતી. ત્યાર બાદ બન્ને વચ્ચે મુલાકાત વધતી ગઈ અને બન્ને એક બીજાને પસંદ કરવા લાગ્યા. કૈવિન અબજોપતિ બિઝનેસમેન સુનીલ મિત્તલના દીકરા છે અને તેની સાથે સોશિયલ એપ હાઈક મેસેન્જરના ફાઉન્ડર પણ છે. 
હાલમાં આલિયા તરફથી મામલે કોઈ નિવેદન આવ્યું નથી. તે હાલમાં પોતાની ફિલ્મ ગલી બોયના શૂટિંગમાં વ્યસ્ત છે. જોયા અખ્તરની ફિલ્મમાં આલિયા રણવીર સિંહ સાથે કામ કરતી જોવા મળશે.

(4:32 pm IST)