Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

'કિક-2'માં દીપિકા બનશે સલમાનની હિરોઈન

મુંબઇ: સલમાન ખાન અને દીપિકા પદુકોણે હજી સુધી રૃપેરી પડદે સાથે કામ કર્યું નથી. તેથી બોલીવૂડના માંધાતાઓ નવી જોડી બનાવીને તેમને એક તક આપવા મંથી રહ્યા છે. ભૂતકાળમાં ઘણા નિર્માતા-દિગ્દર્શક બાબતે નિષ્ફળ ગયા છે પરંતુ સાજિદ નડિયાદવાળા પોતાની કિક ફિલ્મની સિકવલ માટે દીપિકાને લેવાનો વિચાર કરી રહ્યા છે. મૂળ કિક ફિલ્મમાં સલમાન ખાન સાથે જેકલિન ફર્નાન્ડિસે કામ કર્યું હતું. ફિલ્મમાં જેકલિનનું કામ એટલે કે રોલ પૂરો થઇ જતો હોવાથી તેને ફરી ફિલ્મમાં લઇ શકાય એમ નથી. સાજિદ નડિયાદવાળાને ટોચના કલાકારો સાથે કામ કરવાનું પસંદ છે. તેથી તે વખતે ફિલ્મમાં દીપિકા-સલમાન ખાનની જોડીને પ્રથમ વખત રૃપેરી પડદે લાવવાનો શ્રેય લેવા માંગે છે. જોકે હજી સુધી અંગે કોઇ નિર્ણય લેવાયો નથી. આમ પણ કેટલાય વખતથી સલમાન-દિપીકાને એક ફિલ્મમાં સાથે લેવા માટેના પ્રયાસ થયા છે. બન્ને કલાકારો પણ સાથે કામ કરવા ઇચ્છે છે, પરંતુ સંજોગો અને સમય તેમને સાથ આપ્યા હોવાથી શક્ય બન્યું નથી. હવે જોવાનું રહે છે કે સાજિદ નડિયાદવાળા યશ ખાટી જવામાં સફળ રહે છે કે નહીં.

(4:32 pm IST)