Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

કોમીક રોલમાં બંધાઇ જવા નથી ઇચ્છતો મનિષ પોલ

ટીવી થકી સ્ટાર બનેલો અભિનેતા મનિષ પોલ માત્ર એક જ પ્રકારના કોમેડી રોલ કરીને બંધાઇ રહેવા ઇચ્છતો નથી. મનિષ કહે છે લોકો પણ મને એક જ પ્રકારના રોલમાં જોવા ઇચ્છતા નથી. મને આજે પણ અનેક પ્રકારના રોલ સાથેની ફિલ્મોની ઓફર મળી રહી છે. મનિષની આગામી ફિલ્મનું નામ 'બા બાબા બ્લેક શીપ' એવું છે. આ કોમેડી સાથે થ્રિલર ફિલ્મ પણ છે. મનિષે કહ્યું હતું આ ફિલ્મમાં હું ખુબ એકશન કરતો જોવા મળીશ. જે જોઇને લોકોને એમ થઇ જશે કે મને દરેક પ્રકારના રોલ મળી રહ્યા છે. મનિષે અગાઉ મિકી વાયરસ અને તેરે બિન લાદેન-૨માં કામ કર્યુ હતું. આ બંને ફિલ્મોને બોકસ ઓફિસ પર ઠંડો આવકાર મળ્યો હતો. જો કે મનિષ કહે છે કે હું બોકસ ઓફિસની સફળતા પર વિશ્વાસ નથી રાખતો. હું સો ટકા કામ કરવાનો પ્રયાસ  કરુ છું. લોકોને મારી ફિલ્મો ગમે એ જ મારી સફળતા.

(9:34 am IST)