Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

દિકરાના પાલનમાં હું સંપુર્ણ પંજાબી છું: કરીના

કરીના કપૂર ખાને તાજેતરમાં કહ્યું હતું કે હજુ હું વીસ વર્ષ સુધી ફિલ્મોમાં કામ કરવા ઇચ્છુ છું. કરીના અને સૈફ અલી ખાન બોલીવૂડનું ચર્ચીત કપલ ગણાય છે. કરીનાએ કહ્યું હતું કે જ્યારે પણ સૈફ ઘરેથી શુટીંગ માટે નીકળે છે ત્યારે હું તેને ખુબ યાદ કરીને રડવા માંડુ છું. સૈફએ પણ કહ્યું હતું કે કરીના ખુબ સારી પત્નિ અને ખુબ સારી મા છે. આ જોઇને મને ખુબ સારુ લાગે છે. તે હમેંશાથી પ્રેમાળ વ્યકિત રહી છે.  કરીનાએ એક વખત પુછાયુ હતું કે તને કોની સ્ટાઇલ પસંદ છે? તો તેણે તરત જ કહ્યું હતું કે તૈમુરની, બીજા કોઇની નહિ. કરીના કહે છે બાળકના લાલન-પાલનમાં સૈફની સ્ટાઇલ થોડી ઇંગ્લીશ છે, પણ હું પુરી પંજાબી છું. કરીનાએ ૨૦૧૬માં તૈમુરને જન્મ આપ્યો હતો. હાલમાં તે ફિલ્મ વીરે દી વેડીંગના કામમાં વ્યસ્ત છે.

(9:34 am IST)