Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

એક વર્ષ પછી ટીવી પરદે પાછો ફર્યો અભિનેતા અયુબ ખાન

કહ્યું-રંજૂ કી બેટીયા ટીમ સાથે રોમાંચક યાત્રાનો પ્રારંભ

મુંબઇ તા. ૧૨: અભિનેતા અયુબ ખાન હવે ટીવી સિરિયલ 'રંજૂ કી બેટીયા'માં ખાસ ભુમિકા નિભાવશે. લોકડાઉનના લાંબા સમય પછી ફરીથી સેટ પર પહોંચવાના અનુભવ વિશે અયુબે કહ્યું હતું કે લગભગ એક વર્ષ પછી હું ફરીથી સેટ પર આવ્યો છે. લોકડાઉન પછી આ પહેલું કામ છે. હું પ્રારંભે થોડો અસ્વસ્થ અને અસુરક્ષીત અનુભવી રહ્યો હતો. કારણ કે સેટ પરનો માહોલ કેવો હશે તેની ખબર નહોતી. પરંતુ અહિ પહોંચીને હું ખુશ થયો હતો કે તમામ નિયમોનું પાલન કરીને શુટીંગ કરવામાં આવી રહ્યું છે. હવે હું રંજૂ કી બેટીયા શોના શુટીંગમાં સહજ અનુભવી રહ્યો છું. અદ્દભુત ટીમ સાથેની મારી આ યાત્રા રોમાંચક રહેશે.

રશ્મિ શર્મા પ્રોડકશન્સના દંગલ ચેનલ પરના આ શોમાં રીના કપૂર પણ લાંબા સમયે પરદા પર પાછી આવી છે. દિપીકા નાગપાલ, કરણ ખંડેલવાલ પણ મહત્વની ભુમિકામાં છે. રંજૂ (રીના કપૂર) અને તેની દિકરીઓની સુંદર પારિવારીક કહાની આ શોમાં છે.  

(4:09 pm IST)