Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

નામના વધ્યા પછી

દામ પણ વધારતો અલી ફઝલ

વેબસિરીઝ મિરઝાપુરને કારણે અનેક  નવા જુના કલાકારોને ખુબ ફાયદો થયો છે. નામ વધવા સાથે દામ પણ વધ્યા છે. સિરીઝમાં ગુડ્ડુ પંડિતના પાત્રમાં દમદાર ભુમિકા નિભાવનાર અલી ફઝલનો પણ આ કલાકારોમાં સમાવેશ થાય છે. કોરોના કાળમાં મિરઝાપુર-૨ની ડિમાન્ડ ખુબ નીકળી હતી. બીજી સિઝનમાં અલીએ અભિનય થકી પોતાને એકટર તરીકે સાબિત કર્યો છે. આ વેબ સિરીઝને કારણે જ અલીની અભિનય ક્ષમતા અને બહુમુખી પ્રતિભા ઉભરી આવ્યા છે. સિરીઝ રિલીઝ થયાના બે મહિના પછી અલી હવે નવુ કામ હાથ પર લઇ રહ્યો છે. જો કે તેણે હવે પોતાની ફીમાં ત્રીસ ટકાનો વધારો કરી દીધો છે. નિર્માતા ઇન્ટરનેટ દર્શકોમાં અલીની જે છબી છે તે સારી રીતે જાણી ગયા છે, આ કારણે તેની માંગ્યા મુજબની વધુ ફી આપવા પણ તૈયાર છે. હવે અલી હોલીવૂડની ફિલ્મ પણ કરી રહ્યો છે. જેમાં તેનો રોલ એન્ડ્રુ નામના યુવાનનો છે. સસ્પેન્સ થ્રિલર પ્રકારની આ ફિલ્મનું નામ ડેથ ઓન ધ નાઇલ છે.

(9:57 am IST)