Gujarati News

Gujarati News

News of Sunday, 12th January 2020

અભિનેત્રી અમૃતા ધનોઆ મુંબઈ સેક્સ રેકટમાં પકડાઈ

મુંબઈ: અભિનેત્રી અમૃતા ધનોઆની પોલીસે સેક્સ રેકેટમાં સંડોવણી બદલ ધરપકડ કરી છે. તે 'બિગ બોસ 13' ની સ્પર્ધક અરહાન ખાનની પૂર્વ ગર્લફ્રેન્ડ હોવાનું કહેવાય છે. તાજેતરમાં જ અમૃતા તે સમયે ચર્ચામાં આવી હતી જ્યારે તેણે આરોપ લગાવ્યો હતો કે અરહને તેના 5 લાખ રૂપિયા લીધા છે. તેણે એવો દાવો પણ કર્યો હતો કે જ્યારે તે બંને રિલેશનશિપમાં હતા ત્યારે અરહને તેની સાથે દગો કર્યો હતો. પુષ્ટિ વગરના સુત્રોના જણાવ્યા અનુસાર, બંને 2006 થી 2010 સુધીના સંબંધમાં હતા.ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે અમૃતા અને રિચા સિંહ નામના એક મોંડેલ મહિલા સેક્સ વર્કર્સને ગ્રાહકોને સપ્લાય કરતા હતા.અમૃતાની બોલિવૂડ કેરિયર વિશે વધુ માહિતી મળી શકી નથી. આઈએમડીબીમાં તેના પૃષ્ઠ પરથી, તે જાણીતું છે કે તેણે 'અનલિમિટેડ ડ્રગ્સ', 'પરવીન બોબી' અને 'ધ વર્લ્ડ ઓફ ફેશન' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

(11:35 am IST)