Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

શાહિદ ચાર વખત રડ્યો

શાહિદ કપૂર કબિર સિંહ પછી હવે જર્સી નામની ફિલ્મ કરી રહ્યો છે. કબિરસિંહ સુપરહિટ નિવડ્યા પછી શાહિદ વિચારતો થઇ ગયો હતો કે હવે પછી તે દર્શકોની આશા પર ખરો ઉતરશે કે કેમ? એક સમય એવો હતો જ્યારે મારી ફિલ્મો સારી ચાલતી નહોતી. પછી મને કંઇક અલગ જ કરવાનો વિચાર આવ્યો હતો. ત્યારબાદ તેણે કબિરસિંહ જેવી હિટ ફિલ્મ આપી હતી. તે કહે છે મારી પાછલી ફિલ્મો સારી ચાલી નહોતી. ત્યારે કંઇક જુદુ જ કરવાનો વિચાર આવ્યો હતો. દરેકના જીવનમાં આવો તબક્કો આવતો હોય છે. જર્સીમાં શાહિદ ક્રિકેટરના રોલમાં છે. તેણે કબિરસિંહ બાદ કોઇ રિમેકમાં કામ નહિ કરે તેવું નક્કી કર્યુ હતું. પરંતુ તેલુગુ સ્પોટ્ર્સ ડ્રામા જર્સી જોયા પછી તેણે ફરીથી આ ફિલ્મની હિન્દી રિમેકમાં કામ કરવાની હા કહી હતી. આ ફિલ્મનું નિર્દેશન ગોૈતમ તિનાનુરી કરી રહ્યા છે. આવતા વર્ષે ઓગષ્ટમાં રિલીઝ થશે. જેમાં એક નિષ્ફળ ક્રિકેટરની કહાની છે. આ ફિલ્મની કહાની સાંભળી હું ચાર વખત રડીપડ્યો હતો. આ સ્ટોરી લોકો સુધી પહોંચાડવી જરૂરી લાગતાં મેં ફરીથી રિમેક કરી છે.

 

(10:09 am IST)