Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

હાથની મેંહદીનો રંગ હજુ ગયો નથી ને દીપિકાએ શરૂ કરી દીધું કામ

મુંબઇ: મોખરાની અભિનેત્રી દીપિકા પાદુકોણના હાથમાં હજુ તો લગ્નની મહેંદીનો રંગ ઊડયો નથી ત્યાં એ પણ અભિનેતા પતિ રણવીર સિંઘની જેમ કામે ચડી ગઇ હોવાની માહિતી મળી હતી.શનિવારે દીપિકા ઉપનગરના એક સ્ટુડિેેયોમાં દેખાઇ હતી. એને જોઇને કેટલાક લોકોને નવાઇ લાગી હતી. પરંતુ તરત એ લોકો સમજી ગયા હતા કે દીપિકા લગ્ન પછી જરાય સમય વેડફ્યા વિના કામે ચડી ગઇ હતી. વાસ્તવમાં આ વર્ષના આરંભે એ મુંબઇની મહિલા માફિયા ડૉનની કથા પર આધારિત ફિલ્મ સપનાદીદી કરવાની હતી. વિશાલ ભારદ્વાજ નિર્મિત આ ફિલ્મમાં ઇરફાન ખાન એનો હીરો હતો. ઇરફાનને મગજમાં કેન્સરની ગાંઠ હોવાનું નિદાન થતાં અને એ તરત સારવાર માટે વિદેશ જવા રવાના થઇ જતાં વિશાલે સપના દીદીનો પ્રોજેક્ટ મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી. દરમિયાન, દીપિકાએ પોતાનાં લગ્નની તૈયારી કરવાની હોવાથી એણે કોઇ નવી ફિલ્મ સ્વીકારી નહોતી.લગ્ન પહેલાં એણે માત્ર જીક્યૂ મેગેઝિનના કવર ફોટો માટે શૂટ કર્યું હતું. શનિવારે એ સ્ટુડિયોમાં કયા કારણે હાજર થઇ હતી એ જાણવા મળ્યું નહોતું.

(5:26 pm IST)