Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

સાળી તનિષાને મુખ્ય રોલમાં લઇ ટીવી શો બનાવશે અજય

અભિનેતા અજય દેવગણ બોલીવૂડમાં બધાની મદદ કરવા માટે હમેંશા આગળ રહે છે. તેણે અત્યાર સુધીમાં અનેક કલાકારોની ડુબતી કારકિર્દીને બચાવી છે. હવે અજય પોતાની સાળી તનિષા મુખર્જીની કારકિર્દીને  ફરીથી પાટે ચડાવવા પ્રયાસ કરશે. અજય એક ટીવી શો લાવી રહ્યો છે. જેમાં તનિષા મુખર્જીને મુખ્ય રોલ અપાશે. તનિષાએ નિલ એન નિક્કી, ટેંગો ચાર્લી સહિતની ફિલ્મો કરી છે. તેમજ બિગ બોસમાં પણ ભાગ લીધો હતો. તેને ફિલ્મોમાં બીજા મોટા પ્રોજેકટ પણ હાથ લાગ્યા હતાં. પરંતુ બહેન કાજોલ જેવી સફળતા મળી શકી નથી. બિગ બોસમાં તેનું નામ અરમાન કોહલી સાથે જોડાયું હતું. બંને વચ્ચે પ્રેમનું ચક્કર પણ ચાલ્યાની વાતો થઇ હતી. અરમાન-તનિષાની રિલેશનશીપ અજય કે કાજોલને પસંદ નહોતી.  હવે ટીવી પરદે તનિષા કેવો જાદુ બિછાવે છે તે જોવું રહ્યું.

(9:58 am IST)