Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

ટીવી પરદે હવે ડરાવવા આવી છે એકતાની 'ડાયન'

ટીવી પરદાની કવીન એકતા કપૂર નાગિન, નઝર પછી વધુ એક સુપર નેચરલ શો લાવી છે. આ શોનું નામ 'ડાયન' છે. ઘણા સમય પછી ટીના દત્તા ફરી મુખ્ય રોલમાં જોવા મળશે. ટીના સાથે મોહિત મલ્હોત્રાને લેવામાં આવ્યો છે. ડર બધાને લાગતો હોય છે અને ડરાવનારી સિરીયલોએ હાલમાં ભારતીય ટેલિવિઝન પર કબ્જો જમાવી રાખ્યો છે. ભૂત બંગલા, કોઇ હૈ, આહટ જેવા ટીવી શોએ જે તે વખતે ખુબ ટીઆરપી મેળવી હતી. હવે ચુડેલ અને ડાયનની એન્ટ્રી થઇ છે. એકતા કપૂરની ડાયનમાં એક રહસ્યમયી વ્યકિતની કહાની છે. ટીઝર ખુબ ડરામણુ છે. ડાયન ખુબ લાંબા ચોટલા સાથે દેખાય છે અને તેના પર અનેક ગરોળીઓ આંટા ફેરા કરતી દેખાય છે. ખુરશી પર બેઠેલી ડાયનનો લૂક પણ ડરામણો છે. ટીનાએ આ શોમાં જે રોલ નિભાવ્યો છે એ પહેલા અદા ખાનને ઓફર થયો હતો.

(9:57 am IST)