Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

વિક્રમ ભટ્ટ દિગ્દર્શિત અને ઝરીનખાન અભિનીત ફિલ્મ "1921''નું ટ્રેલર રિલીઝ

જીવન અને મૃત્યુની વચ્ચેનાં સંઘર્ષ પર આધારિત ફિલ્મમાં રોમેન્ટિક અને ઇમોશ્નલ સ્ટોરી :કેરેક્ટર્સનાં ભયને તમે મહેસૂસ કરી શકશો

 

બોલીવુડ હીરોઇન ઝરીન ખાનની આવનાર ફિલ્મ "1921"નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ફિલ્મ વિક્રમ ભટ્ટ ડાયરેકટ કરી રહ્યાં છે ફિલ્મની શૂટિંગ ઓગષ્ટમાં પૂર્ણ થઇ ચૂકેલ છે. વિક્રમ ભટ્ટે ફિલ્મ વિશે જણાવ્યું હતું કે,"વાત માત્ર ડરની નહીં, પરંતુ સાથે જરૂરી પણ છે કે દર્શક કેરેક્ટર્સનાં ભયને તમે મહેસૂસ કરી શકશો. "1921" એક એવી ફિલ્મ છે કે જે શૈલીમાં ખૂબ અદભુત છે."

ફિલ્મમાં કેરેક્ટર પોતાનાં વર્તમાનને સુરક્ષિત રાખવા માટે પોતાનાં અંધકારમય ભૂતકાળ અને રહસ્યોનો મુકાબલો કરે છે. ફિલ્મ જીવન અને મૃત્યુની વચ્ચેનાં સંઘર્ષ પર આધારિત છે. ફિલ્મમાં "1920" ફિલ્મની જેમ રોમેન્ટિક અને ઇમોશ્નલ સ્ટોરી દેખવા મળશે.

(12:06 am IST)