Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

આપણી પાસે મેડલ કરતા સ્પોર્ટ્સ ફિલ્મો વધુ છે: અનુરાગ કશ્યપ

મુંબઈ:  અનુરાગ કશ્યપનું કહેવું છે કે દેશમાં ખૂબ ખરાબ પરિસ્થિતિ છે કે સ્પોર્ટ્સ મેડલ કરતાં વધુ આજે સ્પોર્ટ્સ ફિલ્મ બની રહી છે.કશ્યપની આગામી ફિલ્મમુક્કાબાઝદેશની પરિસ્થિતિની વિપરીત અસર પરથી બનાવવામાં આવી છે. ફિલ્મમાં ઉત્તર પ્રદેશનો એક બૉક્સર એક છોકરીના પ્રેમમાં પડે છે. જોકે એક ઘટના એવી બને છે કે બૉક્સર પૉલિટિશ્યન, ગૅન્ગસ્ટર અને બૉક્સિંગ ફેડરેશનના હેડને પન્ચ મારે છે. ફિલ્મની સ્ટોરી વિશે પૂછતાં અનુરાગ કશ્યપે કહ્યું હતું કેઆપણી પાસે મેડલ કરતાં વધુ સ્પોર્ટ્સ ફિલ્મ છે. પરિસ્થિતિ પરથી મારી ફિલ્મ બનાવવામાં આવી છે. વસ્તીની દૃષ્ટિએ આપણે ચીન બાદ બીજા ક્રમ પર છીએ, પરંતુ મેડલની દૃષ્ટિએ આપણે હંમેશાં પાછળ પડીએ છીએ. આવું કેમ થઈ રહ્યું છે? આપણે કેમ એક સ્પોર્ટ્સમૅન નથી બનાવી શકતા? આપણી સ્પોર્ટ્સ સિસ્ટમમાં એક પ્રૉબ્લેમ છે. મેં મારી ફિલ્મમાં રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. આપણને કોઈ નાનો મેડલ મળે અને આપણે એનું જોરદાર સેલિબ્રેશન કરીએ છીએ. આપણે એની પાછળ પાગલ થઈ જઈએ છીએ અને શું થઈ રહ્યું છે સમજી પણ નથી શકતા. નાના મેડલને એટલો સેલિબ્રેટ કરવામાં આવે છે કે જે વ્યક્તિ જીતી હોય તે નેક્સ્ટ ટાઇમ સિલેક્ટ નથી થતી. આપણા દેશમાં એવું થાય છે કે સ્પોર્ટ્સમૅન ઇકૉનૉમી ક્લાસમાં ટ્રાવેલ કરે છે અને તેમને જે-તે જગ્યાએ લઈ જનાર વ્યક્તિ બિઝનેસ ક્લાસમાં ટ્રાવેલ કરે છે. આવું આપણા દેશમાં થાય છે અને આપણે સ્પોર્ટ્સમૅન પાસે મેડલની આશા રાખીએ છીએ.’

(5:57 pm IST)