Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની સાહો ફિલ્મે વર્લ્ડવાઇડ બોક્સ ઓફિસ ઉપર ૪૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી

નવી દિલ્હી: બોક્સ ઓફિસ હાલમાં પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'સાહો'નો જલવો યથાવત છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સતત સારું પ્રદર્શન કરતી જોવા મળી રહી છે. ફિલ્મ 'સાહો'એ વર્લ્ડ વાઇડ બોક્સ ઓફિસ પર 400 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મના નિર્માતાઓએ સોમવારે ટ્વિટ કરી આ જાણકારી આપી હતી. ફિલ્મના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે 'શું તમે આનાથી મોટી બીજી કોઇ કલ્પના કરી શકો છો? સાહોએ વિશ્વ સ્તર પર 400 કરોડ પ્લસનો આંકડો પાર કરી લીધો છે.''

તમને જણાવી દઇએ કે 'બાહુબલી શૃંખલા' બાદ પ્રભાની આ પ્રથમ ફિલ્મ છે. 'સાહો' એક્શન ડ્રામા છે. જેને તે તમિલ, તેલૂગૂ અને હિંદી ભાષામાં એકસાથે શૂટ કરવામાં આવી હતી. સમાચાર છે કે ફિલ્મ 350 કરોડ રૂપિયામાં બની છે. સુજીતના ડાયરેક્શનમાં બનેલી સાહોમાં નીલ નિતિન મુકેશ, જૈકી શ્રોફ, મંદિરા બેદી, મહેશ માંજરેકર, ચંકી પાંડે, ટીનૂ આનંદ અને મુરલી શર્મા જેવા કલાકાર મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. 80 થી 90 દાયકાના ગેંગસ્ટર અને તેમના દ્વારા કરવામાં આવતી ક્રિમિનલ એક્ટિવિટીની આસપાસ ફિલ્મની કહાની ફરે છે. એક ખુરશીની લડાઇ, જે ફિલ્મની શરૂઆતથી માંડીને અંત સુધી ચાલે છે. શ્રદ્ધા કપૂર ફિલ્મમાં પોતાની સ્પેસમાં સારું કામ કરતી જોવા મળી રહી છે, પરંતુ હિંદી ડેબ્યૂ માટે પ્રભાસને કદાચ વધુ સારું કંટેંટ બેસ્ડ ફિલ્મ કરવી જોઇતી હતી. આ ફિલ્મ જોયા બાદ એવું લાગે છે.

કુલ મળીને ફિલ્મ 'સાહો' પ્રભાસના ફેંસ માટે છે, જે 'બાહુબલી' બાદ પ્રભાસને મોટા પડદા પર જોવા માટે ખૂબ ઉત્સુક હતા. અઢળક એક્શન, પ્રભાસની પ્રેજેંસ, ડ્રામા, વચ્ચે-વચ્ચે રોમાંસ અને વિજ્યુઅલ ઇફેક્ટથી ભરપૂર ભલે જ ફિલ્મ સમીક્ષકોને પસંદ ન આવી હોય, પરંતુ બોક્સ ઓફિસના આંકડા તો એ જ દર્શાવે છે કે લોકો વચ્ચે 'સાહો'નો ક્રેજ છે, કારણ કે આ ફિલ્મ સતત બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મ કમાણીના મામલે અત્યાર સુધીના ઘણા રેકોર્ડ પોતાના નામે કરી ચૂકી છે. કેટલાક લોકોનું માનવું છે કે ફિલ્મની કહાણી કંફ્યૂજિંગ છે, પરંતુ કેટલાક લોકોનું કહેવું છે કે સસ્પેંસ છે, જેમને કંફ્યૂજિંગ કહેવામાં આવી રહ્યું છે.

(5:12 pm IST)
  • ૯/ ૧૧ હુમલાની ૧૮મી વરસી પર અફઘાનિસ્તાનમાં અમેરિકી દુતાવાસ પર હુમલો : અમેરિકામાં ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ના રોજ થયેલા ત્રાસવાદી હુમલાના ૧૮ વર્ષ પૂર્ણ થવાના દિવસે અફઘાનિસ્તાનમાં અમેરિકી દુતાવાસ પર એક રોકેટ દ્વારા હુમલો કરવામાં આવ્યોઃ અધિકારીઓએ જણાવ્યું કે જાનમાલનું કોઇ નુકસાન નથી થયું. access_time 1:03 pm IST

  • રાજકોટમાં મેઘાવી માહોલ યથાવત : ઝરમર : શહેરમાં વરસાદી વાતાવરણ યથાવત છે : આજે સવારથી છવાયેલા વાદળો વચ્ચે ઝરમર વરસી રહ્યો છે. માર્ગો સતત ભીના જોવા મળે છે. ગઈકાલની જેમ આજે પણ સાંજે મેઘરાજા જમાવટ કરે તેવી શકયતા છે. access_time 4:05 pm IST

  • ઇમરાનનો નવો પેંતરો : આંતરરાષ્ટ્રીય મંચ પર ફજેતા બાદ હવે Pokમાં રેલી કરશે ઇમરાનખાન : આંતરરાષ્ટ્રીય મંચ પર ફજેતા સહન કર્યા બાદ હવે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાન પીઓકેમાં રેલીનું આયોજન કરશેઃ ઇમરાને કહ્યું કે ૧૩ સપ્ટેમ્બરે મુઝફફરાબાદમાં એક મોટી રેલી કરીશ અને સમગ્ર વિશ્વનું ધ્યાન કાશ્મીર પર લાવવાના પ્રયત્નો કરીશ access_time 1:04 pm IST