Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

અન્નુ જોવા મળશે ઉસ્માન મુરાદના રોલમાં

અન્નુ કપૂર આગામી એક ફિલ્મમાં અલગ જ રોલમાં જોવા મળશે. વિદ્યુત જામવાલની ફિલ્મ ખુદા હાફિઝની ખુબ ચર્ચા છે. વિદ્યુતે અત્યાર સુધી જે ફિલ્મો આપી છે તેમાંથી મોટા ભાગની હિટ રહી છે. તેણે ખુદા હાફિઝ માટે ખુબ આશા છે. ફિલ્મના ટ્રેલરને તો દર્શકોએ પસંદ કર્યુ છે. હવે ફિલ્મની રાહ જોવાઇ રહી છે. ફિલ્મમાં અન્નુ કપૂરે સોશિયલ મિડીયા થકી જણાવ્યું હતું કે તે આ ફિલ્માં ઉસ્માન મુરાદ નામનું પાત્ર ભજવે છે. તે એવા માણસની મદદ કરે છે જેના તરફ કોઇ ધ્યાન આપતુ હોતુ નથી. ફિલ્મનું ટ્રેલર જોતાં જ એ ખબર પડી જાય છે કે અન્નુ કપૂરનો વિદ્યુતની આ ફિલ્મમાં ખાસ રોલ છે. તેનો રોલ ફિલ્મમાં નવા વળાંકો લાવવામાં મહત્વનો રહેશે. અન્નુ કપૂર ડાયલોગ બોલતા પણ સંભળાય છે. હિમ્મત નહિ હારના, ખુદા હાફિઝ હૈ તુમ્હારા. ઉસ્માન મુરાદનો તેનો આ રોલ અત્યંત દમદાર બની રહ્યો છે. જે અફઘાન કેબ ડ્રાઇવર છે. સમીર (વિદ્યુત) માટે તે વિદેશી ધરતી પર સતત ભરોસેમંદ બનીને સામે આવે છે.

(9:14 am IST)