Gujarati News

Gujarati News

News of Sunday, 11th August 2019

જોન અબ્રાહમના ફિલ્‍મ ઇન્‍ડીસ્‍ટ્રી પર સણસણતા આક્ષેપ : કહ્યું ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રી ધર્મ નિરપેક્ષ નથી !! એવોર્ડ વાપસ કરનારાને પણ જડબાતોળ જવાબ આપ્‍યો : ફિલ્‍મ બાટલા હાઉસના પ્રમોશનના સમારોહમ઼ા હૈયાવરાણ ઠાલવી લોકો સમક્ષ સત્‍ય મુકવાનો પ્રયાસ કર્યો

મ઼ુબઇ : બોલીવુડ અભિનેતા જૉન અબ્રાહમનું કહેવું છે કે ફિલ્મ ઇંડસ્ટ્રી ધર્મનિરપેક્ષ નથી. ઇન્ડસ્ટ્રી 100 ટકા ઘર્મનિરપેક્ષ નથી. તે બે ભાગમાં વેચાઇ ગઇ છે અને તે જીંદગીની હકીકત છે. મુંબઇમાં તેની આગામી ફિલ્મ 'બાટલા હાઉસ'ના પ્રમોશન દરમિયાન એક સમારોહમાં ઉપસ્થિત જૉને આ અંગે તેના વિચાર રાખતા કહ્યું, 'સમસ્યા એવી છે કે દુનિયા બે ભાગમાં વેચાયેલી છે. મારી ફિલ્મમાં એક ડાયલૉગ છે, એવું નથી કે કોઇ એક સમુદાય ભોગવી રહ્યો છે, પરંતુ આખી દુનિયા ભોગવી રહી છે' ડોનાલ્ડ ટ્રમ્પને જુઓ, બ્રેક્જિટ એવું પણ લાગે છે કે આ સૌથી સારો દેશ છે અને સૌથી સારી ઇન્ડસ્ટ્રી છે'.

જૉનનું પણ માનવું છે કે સોશિયલ મીડિયાને ગંભીરતાથી ન લેવું જોઇએ. કારણકે જે ટ્રોલ કે છે તેનો ચહેરો નથી હોતો. જૉનની આવનારી ફિલ્મ 'બાટલા હાઉસ' વર્ષ 2008માં દિલ્હીના બાટલા હાઉસ એન્કાઉન્ટર પર આધારિત છે. આ ફિલ્મ 15 ઓગસ્ટે અક્ષય કુમારની ફિલ્મ મિશન મંગલની સાથે રિલીઝ થઇ રહી છે. એવામાં બોક્સ ઓફિસ પર બન્ને ફિલ્મો ટકરાઇ શકે છે.

આ અંગે જૉને કહ્યું કે મારા ખ્યાલથી સૌથી સારી વાત છે કે સત્ય ઘટના પર આધારિત બે ફિલ્મો એક સાથે એક જ દિવસે રિલીઝ થવા રહી છે. જ્યા સુધી બિઝનેસની વાત કરીએ તો અક્ષય અને હું, અમે બન્ને જાણીએ છીએ કે બન્ને ફિલ્મ પાસે બિઝનેસની તક છે. મારું માનવું છે કે આ દર્શકો માટે એક ખાસ દિવસ છે. તે વિજેતા છે કારણકે તેમની પાસે બે ફિલ્મોને પસંદ કરવાની એક સારી તક છે.

બોલીવુડમાં આજકાલ સત્ય ઘટનાઓ પર બની રહેલી ફિલ્મોમાં જૉને કહ્યુ કે, વાત આર્ટિકલ-15, સુપર-30 કે ઉરી, મને લાગે છે અમે અત્યારે સારી કહાનીઓ જણાવી રહ્યા છીએ. હુ તમને વિશ્વાસ અપાવું છું કે બાટલા હાઉસ તે અસાધારણ કહાનીઓમાંથી એક છે, જે કહેવામાં આવી રહી છે.

(4:03 pm IST)