Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

બંગાળની પ્રસિધ્ધ અભિનેત્રી કોયલ મલિક અને તેમના પતિ, માતા-પિતાને કોરોના

ચારેય વ્યક્તિઓ હાલમાં તેમના પોતાના જ ઘરમાં સેલ્ફ આઈસોલેટ છે.

કલકતા: બંગાળની જાણીતી એક્ટ્રેસ કોયલ મલિકે ટ્વિટ કરીને પોતાને અને તેના માતા-પિતા તેમજ પોતાના પતિને કોરોના પોઝિટીવ હોવાનું જણાવ્યું હતું.  તેમણે કહ્યું કે તે બધા અત્યારે સેલ્ફ ક્વોરંટીન છે.

કોયલ મલિક બંગાળની ખૂબ જાણીતી એક્ટ્રેસ છે, જ્યારે તેનો પતિ નિશ્પાલ સિંઘ ઉર્ફે રાણે જાણીતો ફિલ્મ નિર્માતા છે. કોયલનાં પિતા રણજીત મલિક અને માતા દીપા મલિક પણ ફિલ્મ જગતની મોટી હસ્તીઓ છે. હવે આ ચારેય વ્યક્તિઓ હાલમાં તેમના પોતાના જ ઘરમાં સેલ્ફ આઈસોલેટ છે.
કોયલને થોડા દિવસો પહેલા ડિજિટલ ફિલ્મ એવોર્ડમાં તેની ફિલ્મ 'મિતિન માશી' માટે બેસ્ટ એક્ટ્રેસ ક્રિટિક ચોઇસનો એવોર્ડ મળ્યો હતો. વર્ષ 2003થી બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. તેણે અત્યાર સુધીમાં 50 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.

(7:35 pm IST)