Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

“તારક મેહતા કા,,,,”ના ફેન્સ માટે ખુશખબર : 115 દિવસ બાદ શૉનું શૂટિંગ ફરીથી શરૂ થયુ

ચીફ ડિરેક્ટર માલવ રાજડાએ સોશિયલ મીડિયા પર શૂટિંગના કેટલાક ફોટો પણ શેર કર્યાં

મુંબઈ: લોકપ્રિય ટીવી સીરીયલ “તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા”ના ફેન્સ માટે ખુશખબર છે. કોરોના અને લૉકડાઉનના કારણે 115 દિવસ બાદ શૉનું શૂટિંગ ફરીથી શરૂ થઈ ગયું છે. આ અંગે શૉના ચીફ ડિરેક્ટર માલવ રાજડાએ સોશિયલ મીડિયા પર શૂટિંગના કેટલાક ફોટો પણ શેર કર્યાં છે.

માલવે પોતાની પોસ્ટમાં લખ્યું છે, રૉલ…રોલિંગ…એક્શન! શૂટિંગ ફાઈનલી શરૂ થઈ ગયું છે. કામ શરૂ થવાથી ખૂબ જ સારૂ લાગી રહ્યું છે. ફરીથી હસવા માટે તૈયાર થઈ જાઓ.

માલવની આ પોસ્ટ પર તેની પત્ની પ્રિયાએ કમેન્ટ કરતા લખ્યું છે…LOVE YOU માલવ… મહેરબાની કરીને તમારૂં ધ્યાન રાખજો. હું મિસ કરી રહી છું. પ્રિયા આ શૉમાં રીટા રિપોર્ટરની ભૂમિકા ભજવી ચૂકી છે. નવેમ્બર 2019માં જ તે માતા બની છે અને હાલ શુટિંગથી દૂર છે.

(7:14 pm IST)