Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

સની દેઓલની ભૈયાજી સુપરહિટની રિલીઝ ડેટ જાહેર

મુંબઈ: બોલીવુડ અભિનેતા સની દેઓલ પોતાની અપકમિંગ ફિલ્મ યમલા પગલા દીવાના-૩ને લઈ હાલ ચર્ચામાં છે. જોકે પહેલા તે વધુ એક નવો પ્રોજેક્ટ લઈને આવી રહ્યો છે. જેમાં તે ૧૨ વર્ષ બાદ અમીષા પટેલ સાથે રુપેરી પડદે કામ કરતો નજરે પડશે. બન્નેની જોડી ફિલ્મ ગદર એક પ્રેમકથામાં નજરે પડી હતી, ફિલ્મને દર્શકો તેમજ વિવેચકોએ ખૂબ પસંદ કરી હતી. ત્યારે છેલ્લા ઘણા સમયથી રીલીઝને લઈ લટકી પડેલ સની દેઓલની ફિલ્મનું નામ છે ભૈયાજી સુપરહિટ. જે હવે ૧૯ ઓક્ટોબરના રોજ રીલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં અમીષા પટેલ ઉપરાંત અભિનેત્રી પ્રીતિ ઝિંટા પણ નજરે પડશે. જોકે, ફિલ્મમાં તેના પાત્ર અંગે કોઈ ખુલાસો થયો નથી, જોકે ફિલ્મ હીરો બાદ પ્રથમ વખત સની અને પ્રીતિ સાથે કામ કરી રહ્યા છે જેથી જોડીને જોવા માટે પણ દર્શકો ખૂબ આતુર છે. 

 

ફિલ્મમાં પ્રીતિ ઝિંટા સાથે અરશદ વારસી, શ્રેયસ તલપડે, સંજય મિશ્રા, મુકુલ દેવ, પંકજ ત્રિપાઠી જેવા કલાકાર પણ મહત્વના પાત્રમાં જોવા મળશે. એક્શન કોેમેડી ફિલ્મને નીરજ પાઠકે ડાયરેક્ટ કરી છે. ફિલ્મમાં સની દેઓલ ડબલ રોલમાં નજરે પડશે. ફિલ્મની વાર્તા ઉત્તરપ્રદેશ અને બિહાર પર આધારીત હશે. ફિલ્મને ચિરાગ મહેન્દ્રએ પ્રોડયુસ કરી છે. આપને જણાવી દઈએ કે ફિલ્મ છેલ્લા કેટલાક વર્ષોથી રીલીઝની તૈયારી કરી રહી છે. ઘણી વખત ડેટ્સ સામે આવી પરંતુ ફિલ્મને રીલીઝ કરવામાં આવી. ફિલ્મ ગત વર્ષે ટયુબલાઈટ સાથે રીલીઝ થવાની હતી.

(4:01 pm IST)