Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

એક ફિલ્‍મ માટે ૮૦ કરોડ ચાર્જ કરે છે મહેશ બાબુ : કુલ સંપત્તિ ૨૪૪ કરોડ રૂપિયા છે

મહેશ બાબુ સાઉથ ઈન્‍ડસ્‍ટ્રીના બાદશાહ છે : તેની ફેન ફોલોઈંગ ખૂબ જ મજબૂત છે : ચાહકો તેમની ફિલ્‍મોની દિલથી રાહ જુએ છે અને તેમની ફિલ્‍મો પણ બોક્‍સ ઓફિસ પર ધૂમ મચાવે છે

ચેન્‍નાઇ તા. ૧૧ : આ દિવસોમાં ભારતીય સિનેમામાં બોલિવૂડ અને સાઉથ ઈન્‍ડસ્‍ટ્રીની લડાઈ જોવા મળી રહી છે. આ વિવાદ પર ઘણા સેલેબ્‍સ બોલ્‍યા છે પરંતુ સાઉથ ઈન્‍ડસ્‍ટ્રીના સુપરસ્‍ટાર મહેશ બાબુના નિવેદને આગમાં ઈંધણ ઉમેરવાનું કામ કર્યું છે. અભિનેતાએ હિન્‍દી ફિલ્‍મોમાં કામ કરવાની સ્‍પષ્ટ ના પાડી દીધી છે. એટલું જ નહીં, તેણે એમ પણ કહ્યું કે બોલિવૂડના લોકો તેને અફોર્ડ નહીં કરે શકે અને ન તો તેને હિન્‍દી સિનેમામાં રસ છે. મહેશ બાબુ સાઉથ ઈન્‍ડસ્‍ટ્રીના ટોચના કલાકારોમાંથી એક છે. લોકપ્રિયતાના મામલે તે બોલિવૂડના ઘણા કલાકારો સાથે સ્‍પર્ધા કરે છે. આટલું જ નહીં તે કમાણીના મામલામાં પણ બોલિવૂડ સ્‍ટારથી ઓછા નથી. ચાલો તમને અભિનેતાની નેટવર્થ વિશે જણાવીએ.
મહેશ બાબુ સાઉથ ઈન્‍ડસ્‍ટ્રીના બાદશાહ છે. તેની ફેન ફોલોઈંગ ખૂબ જ મજબૂત છે. ચાહકો તેમની ફિલ્‍મોની દિલથી રાહ જુએ છે અને તેમની ફિલ્‍મો પણ બોક્‍સ ઓફિસ પર ધૂમ મચાવે છે. આવી સ્‍થિતિમાં તે સાઉથ સિનેમામાં સૌથી વધુ ફી લેનારા કલાકારોની યાદીમાં સામેલ છે. મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, મહેશ બાબુ એક ફિલ્‍મ માટે ૫૫ કરોડ રૂપિયા લેતો હતો પરંતુ હવે એક્‍ટરે તેની ફી વધારી દીધી છે. હવે તે એક ફિલ્‍મ માટે ૮૦ કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
મહેશ બાબુની નેટવર્થ કરોડોમાં છે. અહેવાલો અનુસાર, અભિનેતાની કુલ સંપત્તિ ઼૩૨ મિલિયન છે. જો ભારતીય ચલણમાં જોવામાં આવે તો મહેશ બાબુની કુલ સંપત્તિ ૨૪૪ કરોડ રૂપિયા છે. અભિનેતાની મોટાભાગની કમાણી ફિલ્‍મો અને બ્રાન્‍ડ એન્‍ડોર્સમેન્‍ટમાંથી આવે છે.
અન્‍ય સેલેબ્‍સની જેમ મહેશ બાબુ પણ મોંઘા વાહનોના શોખીન છે. અભિનેતા પાસે એકથી એક કારો છે. મહેશ બાબુ પાસે ટોયોટા લેન્‍ડ ક્રુઝર સ્‍૮, લેન્‍ડ રોવર રેન્‍જ રોવર વોગ, ગ્‍પ્‍ષ્‍ ૭૩૦ ન્‍ઝ, પ્‍ફૂશ્વણૂફૂફુફૂત-ગ્‍ફૂઁદ્ય ઞ્‍ન્‍લ્‍ ૪૫૦, ખ્‍યફુશ ખ્‍૮ન્‍ જેવા સંખ્‍યાબંધ વાહનો છે. આ સિવાય મહેશ બાબુ પાસે પોતાની વેનિટી વેન પણ છે જે કોઈ ફાઈવ સ્‍ટાર હોટલથી ઓછી નથી. આ વેનિટી વાન લક્‍ઝરી સુવિધાઓથી સજ્જ છે. આ વેનિટીની કિંમત ૬ કરોડ રૂપિયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
મહેશ બાબુએ માત્ર ચાર વર્ષની ઉંમરે ફિલ્‍મી દુનિયામાં પગ મૂક્‍યો હતો. તેણે ઈન્‍ડસ્‍ટ્રીને ઘણી હિટ ફિલ્‍મો આપી છે. મહેશ બાબુ છેલ્લે ર્લ્‍ીશ્વશશ્રફૂશ્વય ફફૂફૂત્ત્ફૂરુરર્ુીશ્વયમાં જોવા મળ્‍યા હતા. હવે તેની ફિલ્‍મ ‘સરકારુ વારી પતા' રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્‍મ ૧૨મી મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

 

(2:39 pm IST)