Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

બહેનના લગ્ન પુરા કરી અર્જુન કપૂર ફિલ્મની શૂટિંગ માટે રવાના

મુંબઇ: અભિનેતા અર્જુન કપૂર ગુરુવારે સાંજે ફરી પોતાની ફિલ્મના શૂટિંગ માટે રવાના થઇ ગયો હોવાની માહિતી મળી હતી. અર્જુન હાલ વિપુલ અમૃતલાલ શાહની ફિલ્મ નમસ્તે ઇંગ્લેંડ કરી રહ્યો છે જેમાં એની સાથે ઇશ્કઝાદેંની એની હીરોઇન પરિણિતી ચોપરા છે. આ ફિલ્મના પહેલા શિડયુલનું શૂટિંગ પંજાબના કેટલાંક લોકેશનો પર થઇ ગયું હતું. અર્જુન અને પરિણિતી બંને પોતપોતાના કામમાં વ્યસ્ત હતાં ત્યારે અચાનક અર્જુને રજા લેવી પડી હતી. એની અપરમાતા શ્રીદેવીનું દૂબઇમાં અકાળ અવસાન થયુ ંહતું. એટલે પોતાના પિતા અને અપર બહેનો સાથે રહેવા એ તરત મુંબઇ પાછો ફર્યો હતો.એ પ્રસંગ ઊકલી ગયા બાદ તાજેતરમાં એણે પોતાની પિત્રાઇ બહેન સોનમ કપૂરનાં લગ્ન માટે ફરી શિૂટંગમાંથી રજા લેવી પડી હતી. જો કે એના કામથી સંતુષ્ટ એવા વિપુલે એને બંને પ્રસંગે રજા આપી હતી. હવે સોનમનાં લગ્નનું કામ પૂરું થતાં અર્જુન ફરી નમસ્તે ઇંગ્લેંડના સેટ પર પહોંચી ગયો હતો. અક્ષય અને પરિણિતી સંદીપ ઔર પિન્કી ફરાર ફિલ્મ પણ સાથે કરી રહ્યાં છે. આ ફિલ્મ ૨૦૦૭માં રજૂ થયેલી વિપુલની નમસ્તે લંડનની સિક્વલ છે. મૂળમાં અક્ષય કુમાર અને કેટરિના કૈફ ચમક્યાં હતાં અને ફિલ્મ  હિટ નીવડી હતી. તાજેતરમાં ટોચના ફિલ્મ સર્જક આશુતોષ ગોવારીકરે અર્જુનને પોતાની વધુ એક પિરિયડ ફિલ્મ પાણીપત માટે સાઇન કર્યો હતો.
 

(4:38 pm IST)