Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

ફિલ્મ ભાવેશ જોશીનું 'ન્યાયપ્રિય રાષ્ટ્રગીત' રિલીઝ

મુંબઇ: આગેવાન ફિલ્મ સર્જક  વિક્રમાદિત્ય મોટવાનીની ફિલ્મ ભાવેશ જોશી સુપરહીરોના 'ન્યાયપ્રિય રાષ્ટ્રગીત'ને ગુરુવારે રિલિઝ કરાયું હતું. આ ગીતને વિક્રમાદિત્ય ન્યાયપ્રિય રાષ્ટ્રગીત ગણાવે છે. એણે કહ્યું હતું કે હાલ દેશમાં ભ્રષ્ટાચારનો ભોરિંગ ચારે તરફ પ્રસરી ચૂક્યો છે ત્યારે આ ગીતમાં યુવાનોને ભ્રષ્ટાચાર સામે લડવાની હાકલ કરવામાં આવી છે. હમ હંૈ ઇન્સાફ હમ હૈં ઇન્સાફ... એના શબ્દો છે. આ ગીતમાં એક કોમનમેન શી રીતે સુપરહીરો બની જાય છે એની વાત વણી લેવામાં આવી છે. અન્ય ફિલ્મ સર્જક અનુરાગ કશ્યપ, બાબુ હાબી અને નાઝી એમ ત્રણ જણે લખેલા આ ગીતનું સંગીત અમિત ત્રિવેદીએ તૈયાર કર્યું છે. બાબુ હાબી અને નાઝીએ આ ગીત ગાયું છે જે હર્ષવર્ધન કપૂર પર ફિલ્માવાયું છે. એમાં દેશના કોમન મેનને હાકલ કરાઇ  છે કે ભ્રષ્ટાચાર સામે લડવા તમે સુપરહીરો બની જાઓ. ફિલ્મમાં હર્ષવર્ધન કપૂર સુપરહીરોનો રોલ કરે છે.
 

(4:54 pm IST)