Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

વધુ એક ફિલ્મનું નિર્દેશન કરશે બૉલીવુડ કવિન કંગના રનૌત

મુંબઇ:  કંગના રનૌત કોઇને કોઇ કારણોસર ચર્ચામાં હોય છે. કદી પોતાની ફિલ્મને લીધે, કદી ફિલ્મ સાથે જોડાયેલા વિવાદને કારણે, તો વળી બોલીવૂડના કલાકારો દ્વારા તેની ફિલ્મમાં કામ ન કરવાથી, કદી  પોતાના મળતા સૌથી વધુ મહેનતાણાના ઈત્યાદિ બાબતોમાં કંગના બોલીવૂડના માંધાતાઓ સાથે દુશ્મની વહોરી લેતી જોવા મળી છે. કંગનાની પી આર ટીમે જણાવ્યું છે કે, કંગના એક એપિક એકશન ફિલ્મનું દિગ્દર્શન કરવાની છે. હાલ તે ફિલ્મની પટકથાને અંતિમ ઓપ આપી રહી છે. કંગનાએ જણાવ્યું હતુ ંકે, '' હું એક નવા પ્રોજેક્ટ પર કામ કરવાની છું. આ એક એકશન-એપિક ડ્રામા ફિલ્મ છે, જેને આપણે એક મહાકાવ્ય નાટક તરીકે જાણીએ છીએ. આ ફિલ્મને ફાઇનલ કરવામાં મને ઘણો સમય લાગી ગયો. હજી પણ થોડી બાબતો પર નિર્ણયો લેવાના બાકી છે. અમે સ્ક્રિપ્ટ લોક કરી દીધી છે. આ ફિલ્મ માટે અમે જલદી જ એક ફોટોશૂટ કરાવશું, એ પછી ફિલ્મનું પોસ્ટર બહાર પાડવામાં આવશે. આ વાસ્તવિક ઘટના પર આધારિત ફિલ્મ છે. મને આ વાર્તા બહુ જ પસંદ પડી હોવાથી દિગ્દર્શકની જવાબદારી સંભાળવા હું તૈયાર થઇ.'' આ ફિલ્મના વિષય અન ેકાસ્ટિંગ બાબત કંગનાએ કોઇ સ્પષ્ટતા કરી નથી. 

(5:04 pm IST)