Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

કરણને ફિલ્મમાં શાહરૂખ, અજય, કાજોલ અને રાનીને લેવા હતાં

કરણ જોહરની ગણતરી બોલીવૂડના મોટા ગજાના પ્રોડ્યુસરમાં થાય છે. નિર્દેશન સાથે નિર્માણમાં પણ તે સક્રિય છે. તેણે પોતાના બેનર થકી વરૂણ ધવન, સિધ્ધાર્થ મલ્હોત્રા, આલિયા ભટ્ટ, જ્હાન્વી કપૂર જેવા સ્ટારને લોંચ કર્યા છે. સતરમી એપ્રિલે કરણની મહાત્વાકાંક્ષી ફિલ્મ કલંક આવી રહી છે. આ મલ્ટીસ્ટારર ફિલ્મમાં વરૂણ ધવન, સંજય દત્ત, આલિયા ભટ્ટ, સોનાક્ષી સિન્હા, આદિત્ય રોય કપૂર, માધુરી દિક્ષીત જેવા સ્ટાર છે. ફિલ્મના પોસ્ટર, ટીઝર અને ટ્રેલરે ચાહકોમાં ઉત્સુકતા જગાડી છે. આશા છે કે બોકસ ઓફિસ પર પણ આ ફિલ્મને સફળતા મળશે. આ ફિલ્મ બનાવવાનો વિચાર કરણના પિતા યશ જોહરે પંદર-સોળ વર્ષ પહેલા કર્યો હતો. પરંતુ તેમના મૃત્યુથી આ ફિલ્મ શરૂ થઇ શકી નહોતી. જે કામ હવે કરણે પુરૂ કર્યુ છે. પ્રારંભે કરણે આ ફિલ્મ શાહરૂખ ખાન, અજય દેવગણ, કાજોલ અને રાની મુખર્જીને લઇને બનાવવાનું નક્કી કર્યુ હતું. પરંતુ એ કલાકારોને લઇને ફિલ્મ ન બની અને હવે બીજા કલાકારો સાથે ફિલ્મ બની છે.

(10:27 am IST)