Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

સામાજિત ઉદ્દેશની વિડિઓ ક્લિપમાં નજરે પડશે સુનિલ શેટ્ટી પુત્રી અથિયા સાથે

મુંબઇ: અભિનેતા સુનીલ શેટ્ટી અને એની અભિનેત્રી પુત્રી અથિયા શેટ્ટી છેલ્લાં ત્રણેક વર્ષથી બંને સાથે ચમકી શકે એેવી સ્ક્રીપ્ટની તલાશ કરતા હતા પરંતુ વાત જામતી નહોતી. લેટેસ્ટ માહિતી મુજબ હવે પિતા પુત્રી સાથે પરદા પર દેખાશે. જો કે ફિલ્મ કોઇ ફિચર ફિલ્મ નથી પરંતુ એક સામાજિક ઉદ્દેશ ધરાવતી વિડિયો ક્લીપ છે એમ કહીએ તો ચાલે. બેટી બચાઓ બેટી પઢાઓ મુદ્દે થઇ રહેલા પ્રચારમાં પિતાપુત્રી પોતાની રીતે એક વિડિયો ક્લીપમાં સંદેશાને રજૂ કરી રહ્યાં હતાં. છેલ્લા કેટલાક સમયથી અથિયાની ઇચ્છા પોતાના પિતા સાથે એકાદી ફિલ્મ કરવાની હતી. પરંતુ એવી કોઇ સ્ક્રીપ્ટ હાથમાં આવતી નહોતી. અથિયાએ કહ્યુ ંહતું કે હું મારા પિતાને મારા આદર્શ માનું છું. મારા માટે મારા પિતા હીરો છે. મારે એમની સાથે કામ કરવું હતું પરંતુ વાત જામતી નહોતી. એટલામાં બેટી બચાઓ બેટી પઢાઓની તક આવી તો અમે બંનેએ ઝડપી લીધી. વિડિયો ક્લીપ ૨૮ એપ્રિલે ઓનલાઇન મૂકાશે. સુનીલે કહ્યું કે અમારા પરિવારમાં અમે પુત્ર અને પુત્રી એેવા ભેદ રાખ્યા નથી. બંને સંતાનોને એક સરખાં ગણીને ઊછેર્યાં છે. પરંતુ બેટી બચાઓ બેટી પઢાઓ સંદેશો અંગત રીતે મને ગમે છે કારણ કે દેશનાં મોટા ભાગનાં  રાજ્યોમાં પુુરુષની તુલનાએ સ્ત્રીની સંખ્યા ભયજનક રીતે ઘટી રહી હતી. અથિયાએ કહ્યું હતું કે મારા માટે મારા પિતાની કારકિર્દી પ્રેરણારૃપ હતી. મારા પિતા શિસ્તબદ્ધ કલાકાર છે અને કેમેરાની સામે જતાં પહેલાં પૂરતી પૂર્વતૈયારી કરીને નીકળે છે.

 


 

(4:43 pm IST)