Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

અક્ષય કુમાર અને સુનિલ શેટ્ટીની જોડી ફરી હસાવશે

કોમેડી ફિલ્મ હેરાફેરી-૩માં અક્ષય અને સુનિલને બદલે જોન અબ્રાહમ અને અભિષેક બચ્ચનને લેવામાં આવ્યા હતાં. પણ નિરજ વોરાના અવસાન પછી આ ફિલ્મનું કામ આગળ વધશે કે કેમ એ નક્કી નથી. હેરાફેરીના બંને ભાગમાં અક્ષય કુમાર અને સુનિલ શેટ્ટીની જોડી અને તેની કોમેડી દર્શકોને ખુબ ગમ્યા હતાં. હવે આ બંને અન્ય એક ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે.

હાઉસફુલ-૪માં અક્ષય અને સુનિલની જોડી જોવા મળશે. આ બંનેએ અનેક ફિલ્મોમાં કામ કર્યુ છે અને દર્શકોએ હમેંશા બંનેને પસંદ કર્યા છે. સુનિલ શેટ્ટીએ જ આ ફિલ્મમાં પોતે અક્ષય કુમાર સાથે કામ કરી રહ્યાનું જણાવ્યું હતું. સાજીદ નડિયાદવાલા અને અક્ષય સાથેની એક તસ્વીર પણ સુનિલે પોસ્ટ કરી હતી. આ તસ્વીરમાં લખ્યું છે કે વકત હમારા થા, હમારા હૈ, હમારા રહેગા.

(9:56 am IST)