Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

હોલી હૈ !

પ્રિયંકા ચોપડા જોનસે પતિ નિક જોનસ સાથે હાલમાં જ પુણેમાં ધુળેટી સેલિબ્રેટ કરી હતી. તેઓ હાલમાં જ હોલી-સેલિબ્રેશન માટે મુંબઈ આવ્યાં હતાં. મુંબઈમાં મુકેશ અંબાણીના ઘરે ધુળેટી સેલિબ્રેટ કર્યા બાદ તેઓ પુણે ગયાં હતાં. પુણેમાં પ્રિયંકાની ફેન્ડ નતાશા પૂનાવાલાએ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીનો ફોટો તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. પ્રિયંકા બ્લેકમાં જોવા મળી હતી. ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરી પ્રિયંકાએ લખ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસથી અમે કલરની સાથે જ જોવા મળી રહ્યાં છીએ. નિકની પહેલી હોળીમાં તે ઘરે હોવાથી તેના માટે ખૂબ જ સ્પેશ્યલ રહી છે. દરેકને સેફ અને હેપી હોલી.

(3:31 pm IST)