Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

કબડ્ડી કોચના રોલમાં તમન્ના

સાઉથની અભિનેત્રી તમન્ના ભાટીયાએ કારકિર્દીની શરૂઆત બોલીવૂડથી કરી હતી. ૨૦૦૫માં તેણે ચાંદ સા રોશન ચહેરા ફિલ્મમાં કામ કર્યુ હતું. એ પછી સાઉથમાં પહોંચી હતી. ત્યાં આજે તમન્ના ટોચની અભિનેત્રી ગણાય છે. તે ફિલ્મો ઉપરાંત સોશિયલ મિડીયા પર પોતાની તસ્વીરો થકી પણ ચર્ચા જગાવતી રહે છે. તાજેતરમાં તેણે એક લીલા રંગનું ટી-શર્ટ પહેરેલી તસ્વીર પોસ્ટ કરી હતી. જેમાં લખાણ હતું કે સોમવારને વધુ એક શુક્રવાર બનાવીએ. કેપ્શનમાં તેણે લખ્યું હતું કે મારું ટી-શર્ટ જ બધુ કહી દે છે. ચાહકોએ અલગ-અલગ કોમેન્ટ કરી હતી. કોઇએ તો આ ટી-શર્ટ પોતાને આપી દેવા વિનંતી કરી હતી. તમન્ના બાહુબલીમાં પણ ખાસ રોલમાં હતી. હવે તે તેલુગુ સ્પોર્ટસ ડ્રામા ફિલ્મ સેટીમારમાં કામ કરી રહી છે. જેમાં તે એક કડક કબડ્ડી કોચનો રોલ નિભાવી રહી છે. તમન્નાએ ઇન્ડિયન આઇડલ અભિજીત સાવંતના આલ્બમમાં પણ કામ કર્યુ હતું. તમન્નાનો જન્મ મુંબઇમાં થયો છે.

(9:54 am IST)