Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

પત્રકારત્વનો અભ્યાસ પણ કર્યો'તો શ્રધ્ધાએ

સાઉથમાંથી બોલીવૂડમાં આવેલી અભિનેત્રી શ્રધ્ધા દાસે તાજેતરમાં ચોથી માર્ચના રોજ તેત્રીસમો જન્મદિવસ ઉજવ્યો હતો. શ્રધ્ધાએ સાઉથની ફિલ્મો કર્યા પછી બોલીવૂડમાં ગ્રેટ ગ્રાન્ડ મસ્તી, દિલ તો બચ્ચા હૈ જી, આર્ય-૨ અને સનમ તેરી કસમ તથા લાહોર જેવી ફિલ્મો કરી છે. શ્રધ્ધા પોતાની દમદાર એકટીંગ અને ખુબસૂરતીને કારણે જાણીતી છે. મુંબઇમાં ૧૯૮૭માં જન્મેલી શ્રધ્ધા બંગાળી પરિવારની છે. અભિનયમાં આવ્યા પહેલા મુંબઇમાં વિશ્વવિદ્યાલયમાં પત્રકારત્વમાં બેચલર ઓફ માસ મિડીયાની ડીગ્રી તેણે મેળવી હતી. તેલુગુ ફિલ્મ સિધ્ધુ ફ્રોમ સિકાકૂલમથી કારકિર્દી શરૂ કરી હતી. બોલીવૂડમાં સાઇ ઓમની ફિલ્મ લાહોર થકી એન્ટ્રી કરી હતી. જેમાં તેના અભિનયના ખુબ વખાણ થયા હતાં. હિન્દી ઉપરાંત તેલુગુ, મલયાલમ, કન્નડ અને બંગાળી ફિલ્મો પણ શ્રધ્ધા કરી ચુકી છે. ફિલ્મોમાં ઓળખ બનાવી ચુકેલી શ્રધ્ધા સોશિયલ મિડીયા પર પણ ખુબ જ સક્રિય છે. તેની બોલ્ડ તસ્વીરોને ચાહકો ખુબ પસંદ કરતા રહે છે.

 

(9:53 am IST)