Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

ખુશ રહેવાનું કામ ખુબ અઘરૂ હોય છેઃ જૈકલીન

અભિનેત્રી જૈકલીન ફર્નાન્ડીઝે તાજેતરમાં બિગ બોસના રનર અપર આસિમ રિયાઝ સાથે એક મ્યુઝિક વિડીયોમાં કામ કર્યુ છે. જૈકલીને એક વાતચીતમાં કહ્યું હતું કે હમેંશા ખુશ અને પોઝિટીવ રહેવાની વાત હોય ત્યારે તમે બધુ તમારી રીતે કરી શકતાં નથી, કોઇપણ તમને ગંભીરતાથી લેતું નથી. મારી સાથે એવું ઘણીવાર બન્યું છે કે હું કોઇપણ ચીજ મારી રીતે કરવા ઇચ્છુ ત્યારે લોકો તેને એ રીતે નિહાળતા નથી. હું આમ છતાં હમેંશા ખુશ રહેવાનો પ્રયાસ કરુ છું, પરંતુ સાચું કહુ તો આ ખુબ જ મુશ્કેલીભર્યુ કામ છે. ખુશ રહેવાનું મુશ્કેલ હોય છે, પરંતુ દુઃખી અને ડિપ્રેશનમાં રહેવાનું ખુબ સરળ હોય છે. જ્યારે તમે દુઃખી હોવ ત્યારે તમને બધા પુછાપુછ કરતાં રહે છે. એ ક્ષણો વધુ દુઃખદ બની જતી હોય છે. પણ જો તમે ખુશ હોવ તો લોકોને કોઇ ફરક પડતો નથી. જૈકલીન ૨૦૦૬માં મિસ શ્રીલંકા રહી ચુકી છે. એ પછી ૨૦૦૯માં બોલીવૂડમાં અલ્લાદ્દીન ફિલ્મથી એન્ટ્રી કરી હતી.

(9:53 am IST)