Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

કેટરીનાનું ધ્યેય હમેંશા સ્ટાર બનાવાનું હતું

કેટરીના કૈફ આગામી દિવસોમાં રોહિત શેટ્ટીની અક્ષય કુમાર સાથેની ફિલ્મ સૂર્યવંશીમાં જોવા મળવાની છે. જેમાં તે અક્ષય કુમાર સાથે રોમાન્સ કરતી જોવા મળશે. ટ્રેલર લોન્ચીંગ વખતે અક્ષયે કહ્યું હતું કે કેટરીનાએ આ ફિલ્મ માટે ખુબ મહેનત કરી છે. હવે તેની હિન્દી ભાષા પણ ખુબ સારી થઇ ગઇ છે. કેટરીનાએ શાહરૂખ ખાન, સલમાન ખાન, અક્ષય કુમાર, રિતીક રોશન સહિતના સ્ટાર સાથે કામ કર્યુ છે. કેટરીનાએ આ બધા સ્ટારનો પોતાની જિંદગીમાં ખુબ મહત્વનો રોલ હોવાનું સ્વીકાર્યુ છે. તેણે કહ્યું હતું કે હું આ બધા સ્ટારનું ખુબ સન્માન કરુ છું અને આ લોકો વચ્ચે કદી ઘમંડ આવતો નથી. કેટરીના એ વાત પણ જાણે છે કે તે એક બ્લોકબસ્ટર સ્ટાર છે, મોટી અભિનેત્રી નહિ. તે કહે છે મારું ધ્યેય હમેંશા સ્ટાર બનવાનું હતું. લોકો મને જોવે અને પ્રેમ કરે એ જ ઇચ્છા હતી. મારી વિચારસરણી જે છે એ બરાબર છે. તેને છુપાવવાની કે બદલવાની મને જરૂર નથી લાગતી.

(9:52 am IST)